Site icon Revoi.in

માઇક્રો સોફ્ટના CEO સત્ય નડેલાની કુલ સંપતિ છે 7500 કરોડ, સેલેરી જાણશો તો મોંમાં આંગળા નાંખી જશો

Social Share

ટેક કંપની માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ સમસ્યા અંગે CEO સત્ય નડેલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. X પર, નડેલાએ કહ્યું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને વપરાશકર્તાઓને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવામાં મદદ કરવા માટે ક્રાઉડસ્ટ્રાઈકને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યા છીએ.

માઈક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે. જો આપણે માર્કેટ કેપ વિશે વાત કરીએ તો તે 3.272 ટ્રિલિયન ડોલર છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતીય મૂળના છે અને 2014માં કંપનીના સીઈઓ બન્યા હતા. જ્યારે સત્ય નડેલાને માઈક્રોસોફ્ટના સીઈઓ બનાવવામાં આવ્યા ત્યારે કંપની ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હતી. સત્ય નડેલા એ વ્યક્તિ છે જેણે કંપનીને ઉચ્ચ પદ પર પહોંચાડી હતી

સત્ય નડેલા કેટલા અમીર છે ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સત્ય નડેલાની કુલ સંપત્તિ લગભગ 7,500 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2023માં નડેલાને 4.85 કરોડ ડોલર એટલે કે 4 અબજ 3 કરોડ 64 લાખ 63 હજાર 425 રૂપિયાનો પગાર મળ્યો હતો. આમાં નડેલાની બેઝિક સેલેરી 25 લાખ ડોલર છે અને 64 લાખ ડોલરથી વધુનું બોનસ સામેલ છે. આ સાથે તેમને બીજું વળતર પણ મળ્યું છે.

પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક LinkedIn ના CEO Ryan Roslansky સાથેની વાતચીત દરમિયાન નડેલાએ કહ્યું કે તેમને 1992 માં Microsoft માં નોકરી મળી હતી અને જ્યારે તેઓ એક યુવાન એન્જિનિયર તરીકે કંપનીમાં જોડાયા ત્યારે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ તેઓ પણ કંપનીના CEO બની શકશે. પોતાનો અનુભવ શેર કરતા નડેલાએ કહ્યું કે મને યાદ છે કે માઈક્રોસોફ્ટ ઓફિસમાં પ્રવેશ કર્યો અને વિચાર્યું કે આ દુનિયાની સૌથી અદ્ભુત નોકરી છે જે મને મળી છે. આ પછી મારે કંઈ જોઈતું નથી.