26 વર્ષથી સેવા આપતું માઈક્રોસોફ્ટનું નેટ એક્સપ્લોરર આવતા વર્ષના જૂન મહિના સુધીમાં થશે રિટાયર્ડ
- 26 વર્ષથી સેવા આપતું માઈક્રોસોફ્ટનું નેટ એક્સપ્લોરર
- જે હવે આવતા વર્ષ સુધીમાં થશે બંધ
- આવતા વર્ષના જૂન મહિના સુધીમાં થશે રિટાયર્ડ
દિલ્હીઃ- છેલ્લા 26 જેટલા વર્ષોથી યૂઝર્સને ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરાવનાર માઇક્રોસોફઅટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર હવે રિટાયર્ડ થવાને આરે છે,આવતા વર્ષે 15 જૂનથી તે બંધ કરી દેવામાં આવશે. માઇક્રોસોફ્ટે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે વિંડો 95 સાથે રિલીઝ થયેલ આ વેબ બ્રાઉઝર નિવૃત્ત થઈ રહ્યું છે અને 15 જૂન, 2022 પછી તકનીકી સપોર્ટ બંધ કરવામાં આવશે.
માઇક્રોસફ્ટના ઓફિસર સીન લિંડરસે જણાવ્યું હતું કે તે પહેલા વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક સંસ્કરણ માટે બંધ કરવામાં આવશે. તેના બદલે માઇક્રોસોફ્ટ એઝ ઇન્ટરનેટ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય છે, જે ખૂબ ઝડપી સલામત અને આધુનિક સમયની જરૂરિયાતો અનુસાર બનેલ છે.
માઇક્રોસોફ્ટ એઝ જૂની વેબસાઇટ્સ અને એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેને ઓછામાં ઓછા વર્ષ 2029 સુધી માઇક્રોસોફ્ટ દ્વારા તકનીકી સહાય આપવામાં આવશે.
જાણો ઈન્ટરન્ટ એક્સપ્લોરર ક્યારે અસ્તિત્વ પામ્યું હતું- તેનો ઈતિહાસ
- માઇક્રોસોફ્ટે 1995 માં તેની કમ્પ્યુટર Aપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 95 સાથે એક્સ્પ્લોરર શરૂ કર્યું.
- તે એકદમ લોકપ્રિય બન્યું, તેના હરીફ નેટસ્કેપ નેવિગેટરને જ નહીં, પણ વર્ષ 2000 સુધી એકાધિકાર પણ સ્થાપિત કરી લીધો.
- વર્ષ 2002 માં, એક્સપ્લોરરે ઇન્ટરનેટ બ્રાઉઝર માર્કેટમાં 95 ટકા કબજો કર્યો હતો.
- પરંતુ તે પછી ધીમે ધીમે લોકપ્રિયતામાં ઘટાડો થયો અને 2010 સુધીમાં તેનો હિસ્સો ઘટીને 50 ટકા થઈ ગયો
- આ સમય દરમિયાન, ગૂગલ ક્રોમ જેવા ઘણા ઇન્ટરનેટ બ્રાઉઝર્સ વધુને વધુ લોકપ્રિય થયા.
- આજે, ગૂગલ ક્રોમમાં 69% શેર છે,તો અનુમાન લગાવાય રહ્યું છે કે, 8% એક્સપ્લોરરનો ઉપયોગ કરી રહ્યાં છે.