લખનૌઃ ભારતીય સેનાનું મિગ 29 ફરી એકવાર દુર્ઘટનાનો ભોગ બન્યો છે. આગ્રામાં રૂટીન એક્સરસાઈઝ કરતા મિગ 29માં ક્રેશ થયું હતું. સદનસીબે આ દૂર્ઘટનામાં મિગ 29ના પાયલોટ અને અન્ય એક વ્યક્તિનો ચત્મકારિક બચાવ થયો છે. મિગ 29 ક્રેશ થઈને આગ્રાના એક ખેતરમાં પડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે.
ઉત્તરપ્રદેશના આગ્રામાં ભારતીય વાયુ સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પંજાબથી ઉઢાન ભરનાર ભારતીય વાયુ સેનાનું મિગ 29 આગ્રા ઉપરથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન ખામી સર્જાતા આકાશમાં જ આગ લાગી હતી અને ક્રેશ થઈને ખેતરમાં પડ્યું હતું. વિમાનમાં સવાર પાયલોટ અને અન્ય વ્યક્તિ પેરાસૂટ સાથે કુદી પડ્યાં હતા. વિમાન જમીન ઉપર પડ્તાની સાથે જ આગની લપેટમાં ઘેરાયું હતું. આ દૂર્ઘટના આગ્રાના કાગારોલ વિસ્તારના સોંગા ગામ નજીક ખુલ્લા ખેતરમાં ઘટી હતી. આ બનાવની જાણ થતા જ વહીવટી તંત્ર અને સુરક્ષા દળના અધિકારીઓ સ્થળ પર રવાના થયાં હતા. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ભારતીય સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને તપાસનો આદેશ કર્યો છે. રક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર દુર્ઘટનાગ્રસ્ત બનેલુ વિમાન મિગ 29 છે. જેને પંજાબના અદમપુરથી ઉડાન ભરી હતી. વિમાન રૂટીન એક્સરસાઈઝ માટે આગ્રા જઈ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક મિગ 29 વિમાન ટેકનીક ખામીને કારણએ ક્રેશ થયું હતું. જોકે, આ બનાવમાં પણ પાયલોટનો બચાવ થયો હતો.