Site icon Revoi.in

મહિલાઓને માઈગ્રેનની સમસ્યા વધુ સતાવે છે – વિશ્વભરની અડધી વસ્તીને આ સમસ્યા છે

Social Share

એક રિપોર્ટ મુજબ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીને માઈગ્રેનની સમસ્યા સતાવે  છે. 52 ટકાથી વધુ વસ્તીને દર વર્ષે માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે, જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેનના છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે. લગભગ 26 ટકા લોકો તણાવ-સંબંધિત માથાના દુખાવાથી પીડાય છે અને 4.6 ટકા લોકો દર મહિને 15 કે તેથી વધુ દિવસો સુધી માથાનો દુખાવો અનુભવે છે.

 મહિલાઓને માથાના દુખાવાની સમસ્યા વધુ થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે 8.6 પુરૂષો માઈગ્રેનનો શિકાર છે, જ્યારે 17 ટકા મહિલાઓ તેનાથી પીડાય છે. એ જ રીતે 6 ટકા મહિલાઓ 15 દિવસ કે તેથી વધુ સમય સુધી માથાના દુખાવાની ફરિયાદ કરે છે, જ્યારે પુરુષોના કિસ્સામાં તે માત્ર 2.9 ટકા છે.જર્નલ ઓફ હેડેક એન્ડ પેનમાં પ્રકાશિત નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોના રિસર્ચ રિપોર્ટ અનુસાર,  પ્રમાણે માથાના  દુખાવાની સમસ્યા વિશ્વભરમાં 20 થી 65 વર્ષની વય જૂથમાં વધુ જોવા મળે છે.

લગભગ 15.8 ટકા લોકોને કોઈક સમયે માથાનો દુખાવો થાય છે અને તેમાંથી લગભગ 50 ટકા લોકોએ માઈગ્રેનની ફરિયાદ કરી છે. સંશોધન અહેવાલના મુખ્ય લેખક લાર્સ જેકબ સોવનેરે જણાવ્યું હતું કે માથાના દુખાવાની સમસ્યા વિશ્વભરમાં સામાન્ય છે અ