રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા
સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 કલાકે 2.1ની તીવ્રતાનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો જેનું એપી સેન્ટર તાલાળાથી 61 કિલોમીટર દક્ષિણે અરબી સમુદ્રમાં 10 કિલોમીટર ઊંડે નોંધાયું હતું. અરબી સમુદ્રમાં આંચકાનું એપીસેન્ટર નોંધાતા ફફડાટ વ્યાપ્યો હતો. તો આ ઉપરાંત ભાવનાગરમાં સવારે 9ઃ50 કલાકે 1.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી નોંધાયો હતો જેનું એપી સેન્ટર ભાવનગરથી 14 કિલોમીટર પશ્ચિમે જુના જાળીયા ગામે જમીનની 2.4કિલોમીટર નોંધાયું હતું.
આ ઉપરાંત મધ રાત્રે 12ઃ46 મિનિટે 1.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર ભાવનગર થી 15 કિલોમીટર પશ્ચિમે રાજપરા ગામે જમીનની 3.2કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું. આજે વહેલી સવારે જામનગરના લાલપુરમાં 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત હોય તેમ લાલપુરમાં આજે વહેલી સવારે 4ઃ46 મિનિટે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો તેનું એપિસેન્ટર લાલપુરથી 30 કિલોમીટર દક્ષિણે નવાગામ પાસે નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત અનેક શહેરોમાં રણતરીના કલાકો માં જ ભૂકંપના હળવા આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.