યુક્રેન સંકટ વચ્ચે રશિયાના હુમલો કરવાના ભયથી અમેરિકામાં સેના એલર્ટ – બ્રિટને પણ લીધો મહત્વનો નિર્ણય
- રુસના હુમલો કરવાના ડરથી મેરિમેકી સેના અલર્ટ
- બ્રિટને પણ આ મામલે એડવાઈઝરી રજૂ કરી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી યુક્રેન સંકટને લઈને અમેરિકા તથા બ્રટિનમાં ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે ત્યારે યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાએ પોતાની સેનાને એલર્ટ રહેવાનાન આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાએ 8 હજાર 500 સૈનિકોને એલર્ટ પર રાખ્યા છે. જો નાટો સેનાઓ દ્વારા કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવી શકે તો આ સૈનિકોને તાત્કાલિક મોરચા પર બોલાવી શકાય છે. એક તરફ, રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 1 લાખ સૈનિકો તૈનાત કર્યા છે, જ્યારે અમેરિકા અને તેના નાટો સહયોગી દેશો દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ કહ્યું છે કે જો યુક્રેનમાં રશિયાની કોઈ દખલગીરી થશે તો અમેરિકા મૂહતોડ જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે એક તરફ, નાટો દેશોએ તેમના દળોને સ્ટેન્ડબાય મોડ પર રાખ્યા છે, જ્યારે યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ પૂર્વ યુરોપમાં મોકલવામાં આવ્યા છે. રશિયા પછી યુક્રેન યુરોપનો સૌથી મોટો દેશ છે અને કોઈપણ વિક્ષેપ સમગ્ર પ્રદેશને અસર કરી શકે છે. જોકે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની તેની કોઈ યોજના હોવાનો સતત ઇનકાર કર્યો છે.
જો કે આ બાબતે વેસ્ટર્ન મિલિટ્રી એલાયન્સના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે નાટો દેશો દ્વારા ફોર્સમાં વધારો કરવામાં આવ્યો છે તેનું હું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે નાટો દ્વારા અમારા સહયોગી દેશની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.
બ્રિટન પણ એક્શન મોડમાં
જો કે અમેરિકા પછી હવે બ્રિટને પણ યુક્રેનમાં તેના દૂતાવાસમાં હાજર રાજદ્વારીઓના પરિવારોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. બ્રિટને કહ્યું કે રશિયા તરફથી વધી રહેલી ધમકીઓ વચ્ચે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રશિયા તરફથી કોઈપણ સમયે હુમલો થઈ શકે છે. દૂતાવાસે કહ્યું કે આવા હુમલાની સ્થિતિમાં અમે લોકોને તાત્કાલિક બહાર કાઢી શકીશું નહીં. આવી સ્થિતિમાં અમેરિકન નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવી છે.