- ફિલિપાઇન્સમાં લશ્કરી વિમાન થયું ક્રેશ
- વિમાનમાં 85 લોકો હતા સવાર
- વિમાનમાંથી 40 લોકોને બચાવી લેવાયા
દિલ્હી : ફિલિપાઇન્સમાં એરફોર્સનું સી -130 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.ફિલિપાઇન્સ સશસ્ત્ર દળના પ્રમુખ સિરિલેટો સોબેજાનાએ જણાવ્યું હતું કે,રવિવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો હાજર હતા. આ વિમાનનું નામ સી -130 છે, જો કે, આ વિમાનમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ફિલિપાઇન્સ એરફોર્સનું સી -130 વિમાન કે જેમાં 85 લોકો સવાર હતા, આ વિમાન રવિવારે સવારે પાટીકુલ સુલુ નજીક ક્રેશ થયું હતું. એવા સમાચાર છે કે, જયારે સુલુ પ્રાંતમાં વિમાન જિલો આઇલેન્ડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે તે સમયે વિમાનમાં આગ લાગી હોવાનું જણાવાયું છે.
બનાવની જાણ થતા ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.અત્યાર સુધીમાં વિમાનમાંથી 45 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે, હજી સુધી એ જાણકારી નથી મળી કે, વિમાનમાં આ આગ કઈ રીતે લાગી અને આ દુર્ઘટના કઈ રીતે થઇ.હાલમાં વિમાનની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલુ છે.