- સવારના નાસ્તામાં દૂધની સાથે તળેલો ખોરાક ન લેવો જોઈએ
- દૂધ પીતા હોવ તો સાથે બ્રેડ પણ ન ખાવા જોઈએ
ઘણા લોકો સવારે નાસ્ખાતામાં ચા ને બદલે દૂધ પમ પીતા હોય છે પમ જો તમે દૂધ પી રહ્સયા છો તો હવે તમારે તેના સાથએ તળેલી તીખી વાનગીઓ ખાવી ટાળી જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.
એક રીતે જોવા જઈએ તો દૂધ સમતોલિત આહાર ગણાય છે. દૂધમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન એ, બી 1, બી 2, બી 12 અને ડી, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે. દૂધ એ શાકાહારીઓ માટે પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત છે, જો કે કેટલીક વસ્તુઓ સાથે જો દૂધ ન પીએ તો વધારે સારુ રહે છે.
દૂધ અને માછલીને ક્યારેય એકસાથે કે આગળ પાછળ ન ખાવું જોઈએ, કારણ કે દૂધ પોતામાં સંપૂર્ણ છે. દૂધમાં શરીરમાં પચવા માટે સમયની જરૂર હોય છે, કારણ કે તેમાં ઘણા પોષક તત્ત્વો રહે છે. તેને અન્ય કોઈપણ પ્રકારના પ્રોટીન જેવા કે માંસ-માછલી વગેરે સાથે મિશ્રણ કરવાથી પાચક સિસ્ટમ પર ઘણો દબાણ આવે છે.
આ સાથે જ તમે ઘણી વથ બહારના નાસ્તાના ઘરે લાવો છો અને દૂધ સાથે નાસ્તા ખાતા હોવ છો જે નાલ્તા પણ દૂધ સાથે ન ખાવા જોઈએ તળેલા તીખા નાસ્તા હેલ્થ પર અસર કરે છે.
કેટલાક લોકો બ્રેડ બટર વગેરે જેવી બધી વસ્તુઓ દૂધ સાથે ખાયે છે. આયુર્વેદ મુજબ આ સારું નથી. કેટલાક ખોરાક સંયોજનો દૂધ સાથે સારી રીતે જતા નથી. તેથી, જો તમે આ વસ્તુઓ દૂધ સાથે લીધી અથવા ખાધા પછી દૂધ પીધું, તો બંને કિસ્સામાં તેની પ્રતિક્રિયાઓ તમારા શરીરમાં આવી શકે છે.
દૂધ સાથે જો તમે પરોઠા કે દહી ખાતા હોવ તો તે પણ ન ખાવું જોઈએ દૂધ તથા દહી એક સાથે ખાવાથી પેટમાં ગડબડ થી શકે છે અને સાથે આલુ પરાઠા તળેલા હોવાથી તે વિપરીત અસર કરી શકે છે.