શિયાળામાં ચહેરાની સુંદરતા જાળવવી ખૂબ જરુરી બને છએ કારણ કે ત્વચા ફાટી જવાની અને રફ બની જવાની ફરીયાદ આ સિઝનમાં વધુ રહે છએ જેથી સમયની સાથએ સાથે સ્કિનની કેર કરવી જરુરી બને છે.ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. જો તમે પણ તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માંગો છો તો તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો. મિલ્ક પાવડરની મદદથી તમારા ચહેરા પર ગ્લો લાવી શકાય છે.તો ચાલો જાણીએ કઈ રીતે આ શક્ય છે.
એક બાઉલમાં એક ચમચી કાચું દૂધ લો અને તેમાં અડધી ચમચી મિલ્ક પાવડર મિક્સ કરો. હવે તેની પેસ્ટ બનાવીને ચહેરા પર સારી રીતે લગાવો. 10 મિનિટ પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી, મૃત ત્વચા દૂર થશે અને ચહેરો વધુ સારી રીતે ટોન અને મોઇશ્ચરાઇઝ્ડ થશે.
હવે ચહેરા પર સ્ટીમ લેવા માટે, કાં તો કોઈપણ સ્ટીમરનો ઉપયોગ કરો અથવા મોટા વાસણમાં ઉકાળેલું પાણી લો અને ચહેરાને રૂમાલથી ઢાંકીને વરાળ લો. તેનાથી ચહેરાના રોમછિદ્રો ખુલી જશે અને ત્વચા હાઇડ્રેટ થશે.
મિલ્ક પાવડરનો સ્ક્રબ
એક બાઉલમાં અડધી ચમચી દૂધ પાવડર, અડધી ચમચી ચોખાનો લોટ અને એકથી બે ચમચી કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ ઘરે બનાવેલા સ્ક્રબની મદદથી ચહેરા અને ગરદનને સ્ક્રબ કરો. આનાથી મૃત ત્વચા દૂર થશે અને ત્વચા નરમ અને ચમકદાર બનશે.
આ સ્રબ કરવાથી કાળી પડેલી ત્વચા પણ ગ્લો કરશે સાથે જ કોણી કે પગની ઘૂટી કાળી પડી ગઈ હશે તે પણ સાફ થી જશે,શરીરના કાળા પડેલા ભાગ પર આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
મિલ્ક પાવડરનો મસાજ
હવે એક બાઉલમાં એક ચમચી મિલ્ક પાવડર લો અને તેમાં થોડું મધ અને નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે જો પેસ્ટ ઘણી ઘટ્ટ થઈ ગઈ હોય તો તેમાં ગુલાબજળ ઉમેરો. હવે તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો.આમ કરવાથી ફાટેલી સ્કિન સારી થાય છે, બંધ છીદ્દો ખુલી જાય છે,ત્વચા લીસ્સી બને છે