બાયોપીક “ભાગ મિલ્ખા ભાગ” માટે મિલ્ખાસિંહે માત્ર એક રૂપિયો લીધો હતો
દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપનારા જાણીતા એથલીટ મિલ્ખાસિંહએ પોતાના જીવન ઉપર બનેલી બાયોપીક ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે માત્ર એક રૂપિયો જ લીધો હતો.
ફ્લાઈંગ શિખના નામથી જાણીતા મહાન એથલીટ મિલ્ખાસિંહનું મોડી રાતે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. ભારતીય ખેલ જગતમાં મિલ્ખાસિંહ જાણીતું નામ હતું. યુવાનો સહિતના રમત પ્રેમીઓમાં તેઓ જાણીતા હતા. મુલ્ખાસિંહના જીવન ઉપર ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નામ ભાગ મિલ્ખા ભાગ હતું.
જુલાઈ 2013માં રિલીઝ થયેલી રાકેશ ઓમપ્રકાશ મહેરાની આ ફિલ્મમાં મિલ્ખાસિંહનું પાત્ર અભિનેતા ફરહાન અખ્તરે નિભાવ્યું હતું. આઝાદ ભારતના પહેલા કોમનવેલ્થ ગોલ્ડ જીતનારા મિલ્ખાસિંહએ મહેરા પાસેથી માત્ર એક રૂપિયો બાયોપીક બનવવા માટે લીધો હતો. આ નોટની ખાસિયત એ હતી કે તેની ઉપર 1958 છાપવામાં આવેલું હતું. આ એજ વર્ષ છે જ્યારે મિલ્ખાસિંહએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રાકેશ ઓમપ્રકાશ મહેરા પિક્ચર્સ પ્રાઈવેટ લીના સીઈઓ રાજીવ ટંડને જણાવ્યું હતું કે, અમે મિલ્ખાજીને ફિલ્મ મારફતે તેમની વાર્તા બતાવવા માટે મોંઘી ગ્રીફ્ટ આપવા માંગતા હતા. અમે ઘણા સમયથી કંઈક ખાસ આપવાનું વિચારતા હતા. એ બાદ અમે 1958 છાપેલી એક રૂપિયાની નોટ તેમને ભેટમાં આવી હતી. આ નોટની ખાસિયત એ હતી કે, આઝાદ ભારતની પ્રથમ કોમનવેલ્થ ગોલ્ડ મેટલ મળ્યો હતો. એટલું જ તેમણે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાણીતા એથલીટ મિલ્ખાસિંહ ઉપર બનેલી ભાગ મિલ્ખા ભાગ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. એટલું જ નહીં દર્શકોએ ફરહાન અખ્તરના અભિનયના પણ વખાણ કર્યાં હતા.