CAPF અને NDRFના કર્મચારીઓના ભોજનમાં મિલેટનો સમાવેશ કરાયો, ગૃહ વિભાગનો નિર્ણય
નવી દિલ્હીઃ પી.એમ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિલેટ વર્ષ -2023ને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળો (CAPFs) અને રાષ્ટ્રીય આપદા મોચન બળ (NDRF) કર્મચારીઓના ભોજનમાં શ્રી અન્ન (મિલેટ)નો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ભોજનમાં 30 ટકા શ્રી અન્નનો સમાવેશ કરાયો છે.
મિલેટના મહત્વને સ્વીકારવાની સાથે સ્થાનિક અને વૈશ્વિક માંગ ઉત્પન્ન કરવાની સાથો સાથે લોકોને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના રજુઆતને પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023માં આંતરરાષ્ટ્રિય મિલેટ વર્ષની જાહેરાત કરી હતી.
દરમિયાન કેન્દ્રીય ગૃહ વિભાગે શ્રી અન્નના ફાયદાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા દળોએ શ્રી અન્ન પર આધારિત મેનુની શરૂઆત કરવાની પ્રક્રિયાને શરુ કરવા માટે નિર્દેશ કર્યો હતો, તમામ દળોએ પણ આ અંગે હકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય સસ્ત્ર પોલીસ બળો અને NDRFના વિવિધ પ્રસંગ્રો અને સમારોહમાં પણ શ્રી અન્નનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.
શ્રી અન્નનો ઉપયોગ વધારવા માટે તેના માટે ઉપલબ્ધ કેન્દ્રીય પોલીસ કલ્યાણ સંગ્રહ, બળોના પરિસરની કરિયાણાની દુકાનો તથા રાશન સ્ટોરમાં અલગ કાઉંટર માધ્યમથી સુનિશ્ચિત કરવામાં આવશે. મિલેટ વાનગીઓ બનાવવા માટે પ્રતિષ્ઠિત સંસ્થાનો દ્વારા રસોયાઓને પણ પ્રશિક્ષિત કરવામાં આવશે.
દુનિયાના મોટાભાગના દેશો ખાદ્ય સામગ્રીનો સંકટનો સામનો કરી રહ્યાં છે, ત્યારે મિલેટ આવા દેશોને ખાદ્ય સંકટમાં રાહત આપનાર સાબિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દેશમાં હાલ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા જી-20માં ઉપસ્થિત રહેનારા મહાનુભાવોને તથા અન્ય મહેમાનોને મિલેટનું ભોજન પિરસવામાં આવે છે.