દિલ્હીઃ બરેલીના નવાબગંજના બરૌર ગામમાં સીમેન્ટ-સળીયાના વેપારી જલીસ અહેમદના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો ઘુસ્યાં હતા અને 15 લાખની રોકડ તથા પાંચ લાખના દાગીના અને એક કારની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે બપોરના સમયે કાર ફરીદપુર હાઈવે પરથી મળી આવી હતી. વેપારી પોતાના ખેતરમાં મકાન બનાવીને તેના ઉપરના માળમાં રહેતા હતા. જ્યારે નીચે સિમેન્ટ-સળિયાના ગોડાઉન તરીકે ઉપયોગ કરાયો હતો.
મધ્ય રાત્રિ બાદ 12 જેટલા બુકાનીધારી ઘરના પાછળની દિવાલ કુધીને અંદર ઘુસ્યાં હતા. તેમજ વેપારી અને તેમના પરિવારને બંધક બનાવ્યો હતો. મહિલાઓને અને પુરુષોને અલગ-અલગ રૂમમાં પુરી દીધા હતા. બાદમાં બે કલાક સુધી ઘરમાં લૂંટફાટ ચલાવી હતી. લૂંટારૂઓએ જતી વખતે વેપારીની કાર પણ લઈ ગયા હતા. આ બનાવની જામ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસ શરૂ કરી હતી. જો કે, લૂંટારૂઓએ વેપારીના પરિવારની મહિલાઓનું સન્માન જાળવ્યું હતું. મહિલાઓએ શરીર ઉપર લાખોના ઘરેણા પહેર્યાં હતા પરંતુ તેઓ આ દાગીનાને અડ્યાં ન હતા.
ડરેલી મહિલાઓને લૂંટારૂઓએ આશ્વાસન આપ્યું હતું કે, અમે નિયમોમાં માનીએ છીએ અને મહિલાઓના દાગીના લઈને ઉદતરાવીએ, એટલું જ નહીં લૂંટારૂઓએ ઘરમાં કોઈ સભ્ય સાથે મારા-મારી પણ કરી ન હતી. જો કે, લૂંટારૂઓએ ઘરના પરિવારજનોને સીધી ગોળી મારવાની ધમકી આપી હતી. લૂંટ બાદ આરોપીઓએ ભાગવા માટે કારની ચાવી માંગી હતી. જેથી પરિવારના સભ્યોએ કારની ચાવી આપવાનો ઈન્કાર કર્યો હતો. દરમિયાન એક મહિલાએ તેમને ચાવી હતી તે સમયે લૂંટારૂઓએ કહ્યું હતું કે, ચિંતા ના કરતા અમે તમારી કાર નહીં લઈને ફરાર થઈ જઈએ, માર્ગ તેને છોડી ગઈશું.