1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના જશોદાનગરમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું
અમદાવાદના જશોદાનગરમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું

અમદાવાદના જશોદાનગરમાં પાણીની પાઈપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું

0
Social Share

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં અપૂરતા પ્રેશરના કારણે ઓછું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક વિસ્તારોમાં તો ટેન્કરથી પાણી મંગાવવાની ફરજ પડી રહી છે. ત્યારે શહેરમાં ખાનગી એજન્સીઓને કંપની દ્વારા કામગીરી માટે બેફામ જોયા વગર ખોદાણ કરવાની પરમિશન આપી દેવામાં આવતાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે. શહેરના જશોદાનગર ચાર રસ્તા પર ગુરૂવારે વહેલી સવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું હતું. ખાનગી વીજ કંપની દ્વારા ખોદકામ કરી અને કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન આ ભંગાણ સર્જાયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના વટવા GIDC થી જશોદાનગર આવતા માર્ગ પર ઈન્દુલાલ યાજ્ઞિક ઓવરબ્રિજની બાજુમાં  સ્કુલના ગેટ નજીક પીવાના પાણીની પાઈપલાઈનમા ગુરૂવારે સવારે 6 વાગ્યે પાણીનો સપ્લાય શરૂ થતાની સાથે જ ઉંચા ફુવારાઓ ઉડીને પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. અડધો કિલોમીટર જશોદાનગર GIDC પોલીસ ચોકીથી ફાયરબ્રિગેડ થઈને કેનાલ નજીકની ગટર લાઈન સુધી તેનો રેલો ગયો હતો. લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થતા જશોદાનગર સર્કલ પાણી પાણી થઈ ગયું હતું.

જશોદાનગર સર્કલથી નજીક વિશાળ પાણીની ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી અને ઓફિસ આવેલી હોવા છતા સવારે આઠ વાગ્યા સુધી પણ વોટર એન્ડ સુએજ ખાતાના કોઈ અધિકારી કે કર્મચારીઓ પાણીના બગાડને અટકાવવા માટે ફરક્યા પણ ન હતાં એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું અપુરતું પ્રેશર આવતું હોવાની ફરિયાદો વચ્ચે વોટર ખાતાની અને ખાનગી ટોરેન્ટ કંપનીની બેદરકારીને લીધે લાખો લીટર પીવાનું ચોખ્ખું પાણી સીધું જ ગટરમાં વેડફાઈ જતા નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code