Site icon Revoi.in

અબજોપતિઓની કરોડોની લોન માફ થાય છે, પણ ખેડુતોને ડિફોલ્ટર જાહેર કરાય છે, રાહુલ ગાંધી

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્થ બન્યા છે. આજે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. દેશના ત્રણ-ચાર અબજોપતિ બિઝનેસ મેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે. ખેડુતો 50 હજાર કે 1 લાખ રૂપિયાની લોન લે તો તેમની લોન કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો તેને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે. પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી. આ બધું સાંભળીને ઘણું દુખ થાય છે.

સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.  સભાના પ્રારંભે મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે,  મોરબીમાં દુર્ઘટના બની તે સમયે પત્રકારોએ મને કહ્યું કે તમે શું વિચારો છો. તો મેં કહ્યું 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ  કરીશ નહીં. મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. દેશના ત્રણ-ચાર અબજોપતિ બિઝનેસ મેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે. ખેડુતો 50 હજાર કે 1 લાખ રૂપિયાની લોન લે તો તેમની લોન કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો તેને ડિફોલ્ટર જાહેર કરાઇ છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે. પાક નિષ્ફળ જાય છતાં એક રૂપિયો મળતો નથી. આ બધું સાંભળીને ઘણું દુખ થાય છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ માફી માગતા જણાવ્યું હતું કે, રાહુલજી સ્ટેજ પરથી લોકો સમક્ષ હું માફી માગુ છું. હું તમારી માફી માગુ છું, વર્ષોથી મારી પેઢી કોંગ્રેસ સાથે હતી, વચ્ચે હું આમ આદમી પાર્ટીમાં ચાલ્યો ગયો હતો. ત્યાં જઈ ખબર પડી કે તે કટ્ટર ઇમાનદાર નથી, તેઓ કટ્ટર ભ્રષ્ટાચારી છે. તેઓ કટ્ટર દેશભક્ત નથી પણ દેશ વિરોધી છે. હું ભટકી ગયો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના જંગમાં પ્રથમ વાર દેખાયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું હતું. સભામાં રાહુલનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. તેમણે આદિવાસી જન સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું કે,.બી.જે.પી નાં લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે. મતલબ એ તમને જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો.તમારા બાળકો શહેરોમાં રહે. ભણે અને આગળ વધે.તમે માત્ર જંગલમાં રહે તેવો વિચાર ભાજપ વિચારે છે.જંગલ ભાજપ ઉદ્યોગપતિઓને આપી દેશે.ત્યાર પછી તામારા માટે જંગલમાં પણ જગ્યા નહિ રહે. માત્ર 2 કે 3 ઉદ્યોગપતિઓ જ આખું જંગલ લઈ લેશે.તમારા હકો ભાજપ છીનવવા માંગે છે.તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે. તમારી જમીન અને જંગલ પાછા આપવા માટે બીજેપીની સરકારે કાનૂન લાગુ ન કર્યો.આ ફરક છે તેઓમાં અને અમારામાં. અમે શિક્ષા આપી એમણે નહીં. તમારી પાસે ઓપ્શન છે કોંગ્રેસ આદિવાસી અને ભાજપ વનવાસી. એક તરફ સુખ છે. બીજી તરફ દુઃખ છે. અમે તમારા સપના પૂર્ણ કરીશું. શિક્ષણ,રોજગારી,સ્વાસ્થ્ય આપીશું. અમે તમારો ઈતિહાસ, જીવવાનો હકની રક્ષા કરીશું.