Site icon Revoi.in

લાખો લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ થયા બંધ,જાણો શું છે કારણ

Social Share

સોશિયલ મીડિયાનો કેટલાક લોકો દ્વારા દુર ઉપયોગ કરવામાં આવતો હોય છે, આ બાબતને લઈને કેટલીકવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાય છે. પણ હવે આ બાબતે કંપની પણ વધારે કડક બની હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વોટ્સએપે તેના ફરિયાદ વિભાગ દ્વારા યુઝર્સ તરફથી મળેલી ફરિયાદોના આધારે જાન્યુઆરીમાં 18.58 લાખ ભારતીય વોટ્સએપ યુઝર્સને પ્રતિબંધિત કર્યા છે.

આ પાછળનું કારણ એ છે કે વોટ્સએપને 495 ભારતીય ખાતાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી, જેમાં 285 એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમાંથી 24 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 18.58 લાખ એકાઉન્ટમાંથી મોટાભાગનાને કંપનીએ તેની એપ અને સંસાધનો દ્વારા ગેરવર્તણૂકના આધારે પ્રતિબંધિત કરી દીધા હતા.

વોટ્સએપ દ્વારા પ્રતિબંધિત ખાતાઓનો ડેટા પણ શેર કરવામાં આવ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) નિયમો, 2022 હેઠળ, WhatsApp ઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારી રિપોર્ટ્સ સુવિધા દ્વારા યુઝર્સ પાસેથી પ્રાપ્ત થયેલ છે. કંપની ભારતીય ખાતાઓની ઓળખ 10 અંકના મોબાઈલ નંબર પહેલા +91ના આઈએસડી કોડ દ્વારા કરે છે.

ઉલ્લેખનીય છે કે,વોટ્સએપ મેસેજિંગ એપે ઓક્ટોબર 2021માં પણ 20 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મેટાની માલિકી ધરાવતી એપ્લિકેશને અહેવાલ આપ્યો હતો કે,તેણે નવા IT નિયમો 2021 ના પાલનમાં ઓક્ટોબરમાં ભારતમાં 20 લાખ કરતાં વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.