Site icon Revoi.in

ખાણ-ખનીજ વિભાગે 149 સ્થળોએ દરોડા પાડીને ખનીજ માફિયાઓને કરોડોના દંડ ફટકાર્યો

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં બેફામ ખનીજ-ચોરીઓ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી હતી. આથી માત્ર 6 માસમાં જ ખનીજ ચોરી કરતાં તત્વો સામે લાલ આંખ કરી રાજ્યના ખાણ-ખનીજ વિભાગે 149 રેડ કરી હતી. આ રેડ દરમિયાન રેતી ચોરોને રૂ.4194 લાખનો દંડ કરાયો હતો. ગુજરાતમાં રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનો વ્યાપ વધ્યો છે, ત્યારે ખાણ-ખનીજ વિભાગને સતર્ક કરી ખનીજ માફિયાઓને રોકવા માટે વિશેષ સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં જે રીતે રેતી સહિતના કુદરતી ખનીજની ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં રાજ્યના ખાણ-ખનીજ વિભાગને વિશેષ જવાબદારીઓ સાથે ખનીજ ચોરો પર લગામ લાવવા માટે વિશેષ સુચના અપાઈ છે. અમદાવાદ હોય કે નવસારી , પોરબંદર હોય કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર, છેલ્લાં 6 માસમાં ખાણ-ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે અને રેતી ચોરો સામે લાલ આંખ કરી છે. વિસ્તાર પ્રમાણે રેડ પાડવાની સુચના આપવામાં આવી હતી.

ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધી એટલે કે વર્ષ 2021ની શરૂઆતથી જૂન માસના મધ્ય ભાગ સુધીમાં કુલ 149 જેટલી મોટી કહી શકાય તેવી રેડ કરવામાં આવી હતી  આ તમામ રેડમાં વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા હતા. ટ્રક, ટ્રેક્ટર, જેસીબી સહિતના કુલ 627 જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા. તમામ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રએ કુલ રૂ. 4194 લાખનો દંડ ફટકાર્યો હતો.

(PHOTO-FILE)