મહારાષ્ટ્રમાં આજથી મિની લોકડાઉન – રાત્રી કર્ફ્યૂ સહીત ઘારા 144 લાગૂ , શાળા-કોલેજો 15 જાન્યુઆરી સુધી બંઘ
- મહારાષ્ટ્રમાં આજથી પાબંધિઓ લાગૂ
- રાત્રે 11 થી સવારે 5 રહેશે કર્ફ્યૂ
- કલમ 144નો આજથી થશે અમલ
દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેમાં સોથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં હવે આજથી મહારાષ્ટ્રમાં પણ અનેક પાબંધિઓ લાગૂ થવા જઈ રહી છે, વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મિની લોકડાઉન લગાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર ડરાવી રહી છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 12 લોકોના મોત પણ થયા છે. સંક્રમણને રોકવા માટે, આજે રાતથી સમગ્ર મહારાષ્ટ્રમાં નવા નિયંત્રણો લાગુ કરવામાં આવશે. તજેલે મિની લોકડાઉન કહેવામાં આવી રહ્યું છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે મહારાષ્ટ્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
આ સાથે જ કલમ 144 સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી અમલમાં રહેશે. એટલે કે એક દિવસમાં પાંચ કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
આ સાથે જ જારી કરવામાં આવેલા નવા પ્રતિબંધોને કારણે શાળાઓ અને કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. જો કે, શાળાની ઓફિસો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.આ સાથે જ કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. આથી વિશેષ ખુલ્લા મેદાનો, બાગ-બગીચાઓ, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સહીત હેર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા પર કામ કરશે.
બીજીતરફ કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. શનિવારે જિમ અને બ્યુટી પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી, જે હવે બદલાઈ ગઈ છે. સુધારેલી માર્ગદર્શિકામુજબ, જીમ અને બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આવશ્યક સેવાઓ સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં.