Site icon Revoi.in

દેશના આ 4 રાજ્યોમાં હાઈકોર્ટને મળ્યા નવા ચીફ જસ્ટિસ -મંત્રી કિરણ રિજ્જુએ કરી જાહેરાત

Social Share

દિલ્હીઃ- દેશના 4 રાજ્યોમાં હાઈકોર્ટમાં નવા જજની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજજુએ રવિવારે ટ્વીટ કરીને આ  અંગેની માહિતી આપી હતી. કોલેજિયમની ભલામણોને સ્વીકારીને કેન્દ્ર સરકારે ચાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. નવા મુખ્ય ન્યાયાધીશો વિશે માહિતી આપતા, તેમણે લખ્યું, “નીચેના ન્યાયાધીશોને ભારતના બંધારણ હેઠળ સંબંધિત જોગવાઈઓ અનુસાર વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો તરીકે નિયુક્ત કરવામાં આવે છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું!

મંત્રી રિજ્જુએ જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગિરધર ગોકાણીને આ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂકેલા અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થયા બાદ આ શુક્રવારના રોજ જ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

આ સહીત રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ મહેતાને ગુહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓરિસ્સા હાઈકોર્ટના જસ્ટિસ જસવંત સિંહને ત્રિપુરા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ગૌહાટી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્વર સિંહને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.