1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે
સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

0
Social Share

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે તા. 26મી ફેબ્રુઆરીના રોજ રેલ રાજ્ય મંત્રી દર્શના જરદાશના હસ્તે ઉદધાટન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે રાજ્ય મંત્રીને નવા પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવાનો સમય મળતો નહતો. જેના કારણે નવું પ્લેટફોર્મ તૈયાર હોવા છતાં ઉપયોગ કરોતો નહતો. આખરે રેલવે મંત્રીએ ઉદઘાટન માટેનો સમય ફાળવતા કાલે શનિવારે પ્લેટફોર્મનું ઉદઘાટન કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિવિઝનલ રેલવે મેનેજર જીવીએલ સત્ય કુમારે ઉધના ખાતે નવા પ્લેટફોર્મનું અને ઉદ્ઘાટન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઉધના ખાતે નવા પ્લેટફોર્મની સાથે સુરત રેલ્વે સ્ટેશન પર FOB અને પ્લેટફોર્મ રિનોવેશનના વિસ્તરણ કાર્યનું પણ ઉદ્ઘાટન થવાનું છે. જાન્યુઆરીમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા આનું ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ યોજનામાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેનું ઉદ્ઘાટન રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ હસ્તે કરાશે. રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશની વ્યસ્તતાને કારણે તેનું ઉદ્ઘાટન મોડું થઈ રહ્યું હતું.  જોકે હવે નવું પ્લેટફોર્મ શરૂ થયા બાદ ઉધનાથી ઘણી મેલ, એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાની યોજના છે.

સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થવાનું છે. જેમાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આનાથી મુસાફરોને પ્લેટફોર્મથી સીધા બસ સ્ટેન્ડની બહારથી કનેક્ટિવિટી મળશે. ઉધના સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4-5 તૈયાર છે. પ્લેટફોર્મ પર નવા કોચ ઈન્ડિકેટર, ઘડિયાળ સહિતની અન્ય સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગંગાધરા ખાતે નવા ફેટ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન થવાનું છે. મુસાફરોની સુવિધાઓમાં સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4નું કાયાકલ્પ, ફૂટ ઓવરબ્રિજનું વિસ્તરણ અને ઉધના પ્લેટફોર્મ નંબર 4-5 સહિત અન્ય નાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code