- રાજનાથ સિંહ આજથી 5 દિવસની વિદેશ યાત્રાટ પર
- જાપાન સમક્ષ સાથે 2 પ્લસ 2 મંત્રણા
દિલ્હીઃ- ભારતદેશના પ્રધાનમંત્રીથી લઈને કેબિનેટ મંત્રીઓ વિદેશમાં પોતાની વાતને રજૂ કરવાની અને ચર્ચા વિચારણ કરવાની સારી આવડત ધરાવે છે, દેશવિદેશના મંત્રીઓ જે રીતે ભારતના પ્રવાસે આવે છે એજ રીતે ભારતકના મંત્રીઓ અનેક મહત્વના મુદ્દાઓ સાથે વનિદેશના મંત્રીઓ સાથે મંત્રણા કરવા જાય છે ત્યારે એજ શ્રેણીમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિહં આજથી પોતાની પાંચ દિવસની વિદેશ યાત્રા પર રવાના થશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજથી શરૂ થઈ રહેલી મોંગોલિયા અને જાપાનની પાંચ દિવસીય મહત્વની મુલાકાતે રવાના થઈ રહ્યા છે. આ મુલાકાત મહત્વ ધરાવે છે કારણ કે તે પૂર્વ એશિયાના દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની ધારણા છે,
જાણકારી પ્રમાણે સંરક્ષણ મંત્રી મંગોલિયા અને જાપાન જશે. તેમની આ મુલાકાતનો ખાસ હેતુ બંને દેશો સાથે ભારતના સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વિસ્તારવાનો છે. જાપાનમાં, રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ‘ટુ પ્લસ ટુ’ ફોર્મેટમાં તેમના જાપાની સમકક્ષો સાથે વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરની વાતચીત કરશે.
જાણો રાજનાથ સિંહનો કાર્યક્રમ શું છે
પ્રાપ્ત વિગત પ્રમાણે રાજનાથ સિંહ 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મંગોલિયાની મુલાકાતે હશે, જ્યારે 8 અને 9 સપ્ટેમ્બરે તેમની જાપાનની મુલાકાત પ્રસ્તાવિત છે. એવું માનવામાં આવે છે કે ભારત અને જાપાન વચ્ચે 8 સપ્ટેમ્બરે ‘ટુ પ્લસ ટુ’ ફોર્મેટમાં વાતચીત સંભવ બની શકે છે.
સૂુના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર 8 સપ્ટેમ્બરે થનારી ‘2 પ્લસ 2’ વિદેશ અને રક્ષા મંત્રી સ્તરીય સંવાદના માળખા હેઠળ તેમના જાપાની સમકક્ષો સાથે જોડાશે. 2 પ્લસ 2 સંવાદમાં, બંને પક્ષો સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરવા ઉપરાંત ઈન્ડો-પેસિફિક પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. જાપાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન યોશિમાસા હયાશી અને સંરક્ષણ પ્રધાન યાસુકાઝુ હમાદા કરશે.