SCO બેઠક દરમિયાન મંત્રી એસ જયશકંરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો શાબ્દિક પ્રહાર
- SCO બેઠકમાં મંત્રી જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
- પાકિસ્તાનને નામ લીધાવિના આડેહાથ લીધુ
- કહ્યું સીમાપાર આતંકવાદ શાખી નહી લેવાય
દિલ્હીઃ- હાલ ગોવામાં એસસીઓની બેઠક ચાલી રહી છે ગઈકાલથી શરુ થયેલી બેઠકનો આજે છેલ્લો દિવસ છે વિદેશના મંત્રીઓને આ બેઠકમાં ભાગ લીધો છે ત્યારે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકરે મહેમાનોની યજમાની કરી હતી, આ બેઠકમાં પાકિસ્તાનના મંત્રીની પણ ઉપસ્થિતિ જોવા મળી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગોવાના પણજીમાં શુક્રવારે એસસીઓ કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ ચૂકી છે. બેઠક પહેલા, ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત પહોંચી ગયા છે.
આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો મંત્રી એસ જયશંકરે સંબોધનમાં પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું નામ લીધા વિના આતંકદવાદ પર શાબ્દિક પ્રહાર અને કટાક્ષ કર્યો હતો.વિગત પ્રમાણે મંત્રી જયશંકરે કહ્યું કે આતંકવાદ સતત આંતક ફેલાવી રહ્યો છે. આપણે નિશ્વિતરુપે અને દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને આતંકવાદને રોકવો જ જોઈએ.
તેમણે વધુમાં એમ કહ્યું કે સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે.એસસીઓ બેઠકનો મૂળ ઉદ્દેશ્ય આતંકવાદનો સામનો કરવાનો છે, ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત ભારતની શાંતિ હનન કરવાનો પ્રયત્ન કરતું આવ્યું છે આતંકવાદ મામલે પાકિસ્તાનનું નામ મોખરે હોય છએ ત્યારે મંત્રી એસ જયંશકરે આ બેઠકમાં પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું.