Site icon Revoi.in

નવા સંસદ ભવનને લઈને મંત્રી એસ જયંશકરે કહ્યું ‘નવું સંસદ ભવન રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે’

Social Share

દિલ્હીઃ- રાજધાનીમાં નવું સંસદભવન બન્યું ત્યારથી વિપક્ષ દ્રારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક લોકો પીએમ મોદીની તરફેણમાં છે,ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે નવા સંસંદને પીએમ મોદીની વિકાસની યાત્રાનું પ્રતિક ગણાવ્યું છે.: વિદેશ મંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને શુક્રવારે કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

જાણકારી અનુસાર મંત્રી  જયશંકરે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ‘સંપર્ક સે સમર્થન’ અભિયાનના ભાગરૂપે નવી દિલ્હી વિસ્તારમાં ડોક્ટરો, સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો અને યુવાનો સહિત નાગરિકો સાથેની વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન આ વાત કહી  હતી.

વધુ પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સભાને સંબોધતા જયશંકરે કહ્યું કે યુવાનોએ ભારતની પ્રગતિ ગાથામાં નોંધપાત્ર યોગદાન આપવું પડશે, દેશના આર્થિક વિકાસમાં ભાગ લેવો પડશે અને રાજકારણમાં સ્વચ્છ પરિવર્તન લાવવામાં મદદ કરવી પડશે.આ સાથે જ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની છેલ્લા નવ વર્ષની સિદ્ધિઓ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભાજપ દ્વારા દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે આ વાતને આગળ ઘપાવતા નવા સંસંદ ભવનનની વાત કહી , નવનિર્મિત સંસદ ભવન અને પુનઃવિકાસિત પ્રગતિ મેદાનનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે બંને રાષ્ટ્રીય વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મક્કમ પ્રતિબદ્ધતાના પ્રતિક છે.