1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે PM આવાસ યોજનામાં રહેતા પરિવારો સાથે દિવાળી મનાવશે
મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે PM આવાસ યોજનામાં રહેતા પરિવારો સાથે દિવાળી મનાવશે

મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આજે PM આવાસ યોજનામાં રહેતા પરિવારો સાથે દિવાળી મનાવશે

0
Social Share
  • ગાંધીનગરમાં PM આવાસ યોજનામાં ભૂપેન્દ્ર પટેલ દિવાળી મનાવશે.
  • કનુભાઈ વલસાડ અને ઋષિકેશ પટેલ મહેસાણામાં દિવાળી મનાવશે,
  • મંત્રીઓ પણ જુદાં-જુદાં નગરો-ગામોમાં દિવાળી ઉજવશે

ગાંધીનગરઃ  ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે.

ગાંધીનગરની  નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું ફેબ્રુઆરી-2024માં લોકાર્પણ થયું હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પોતીકું આવાસ છત્ર આપવા આ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે.આવી પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતોમાં વસવાટ કરતા પરિવારો સાથે મળીને સૌહાર્દભાવથી રંગેચંગે ઉત્સવો-તહેવારોની ઉજવણી કરતા હોય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા પરિવારોના સ્વજન તરીકે આ વર્ષની દિવાળીની ઉજવણી પી.એમ.એ.વાય. લાભાર્થીઓ સાથે કરવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.ગાંધીનગરના સરગાસણની પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત “નમોનારાયણ રેસીડન્સી”ના પરિવારો સાથે દિવાળી ઉત્સવ ઉજવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ 31 ઓક્ટોબરે સાંજે 7 કલાકે આ આવાસ યોજના વસાહતની મુલાકાતે જવાના છે.

મુખ્યમંત્રી આ આવાસ વસાહતમાં દિપાવલી પર્વની ઉજવણીમાં પરિવારો સાથે સ્નેહમિલન દ્વારા નૂતન વર્ષ શુભેચ્છાઓ પણ પાઠવશે. મુખ્યમંત્રીની પ્રેરણાથી મંત્રીમંડળના મંત્રીશ્રીઓ પણ રાજ્યના અન્ય શહેરો-ગામોમાં આવા પી.એમ.એ.વાય.ના લાભાર્થી પરિવારો સાથે દિપાવલી ઉત્સવમાં સહભાગી થવાના છે.

તદઅનુસાર, મંત્રી  કનુભાઈ દેસાઈ વલસાડના ભાગડાવાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણાના રંગપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી રાઘવજીભાઈ પટેલ  જામનગરના બેડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, બલવંતસિંહ રાજપૂત પાટણના સિદ્ધપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીના બાબરા તાલુકામાં ખાખરીયા, કરીયાણા તથા કુવરગડમાં અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અમરેલી તાલુકાના નાના મચીયાળામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી મુળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહણ કાકભાઈમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગરના સંતરામપુર તાલુકાના બકટવાડામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા રાજકોટના વાવડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના પાલનપોરમાં,  મુકેશભાઈ પટેલ સુરતના વાંકલામાં તથા  પ્રફુલ્લભાઈ પાનસેરિયા સુરતના નનસાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના બોપલમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ભીખુસિંહ પરમાર અરવલ્લીના મોડાસા તાલુકાના ડવલીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુંવરજી હળપતી તાપીના વલોડ તાલુકાના કમાલછોડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સેવાસીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડકશ્રી વિજય પટેલ ડાંગના સુબીર તાલુકાના નટકિયા હનવંતમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી આણંદના જોલ અને ગનામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભડિયાડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code