- ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક ફ્લાઈટને લઈને લીધો નિર્ણય
- ઓછા અંતરની મુસાફરીમાં પણ ભોજનની સુવિધા અપાશે
- કોરોનાકાળમાં એપ્રિલ મહિનાથી આ સુવિધા બંઘ કરાઈ હતી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યારથી કોરોમા મહામારીનો પગપેસારો થયો હતો ત્યારથી અનેક સેવાઓ બંધ કરવામાં આવી હતી,જેમાં વિમાનની યાત્રા કરતા મુસાફરોને ભોજનની સુવિધા પર બંધ કરાી હતી,જોકે હવે આ મામલે નાગરિક ઇડ્ડયન મંત્રાલયે નવનો આદેશ જારી કર્યો છે.
આ સમગ્ર મામલે મંત્રાલયે મંગળવારે ટૂંકા અંતરના ડોમેસ્ટિક એરક્રાફ્ટમાં ભોજન પીરસવાની મંજૂરી આપી દીધી હતી. અગાઉ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, ટૂંકા અંતરના એરક્રાફ્ટમાં ભોજન સેવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
કોરોના સમયે આ મામલે સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે જે ડોમેસ્ટિક એરક્રાફ્ટ 2 કલાકથી ઓછું અંતર કાપે છે તેમાં ભોજનની સુવિધા નહીં હોય. કોરોનાના ફેલાતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, આ સુવિધા 15 એપ્રિલથી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટૂંકા અંતરના ડોમેસ્ટિક એરક્રાફ્ટ સાથે સંકળાયેલી એરલાઇન્સ એરક્રાફ્ટની અંદર ભોજન આપી શકે છે.’
ઉલ્લેખનીય છે આ પહેલા ઉડ્ડયન મંત્રાલય દૈનિક કોરોના કેસોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને ઘરેલુ ઉડાન દરમિયાન એરક્રાફ્ટમાં ખાદ્ય સેવાઓની સમીક્ષા કરી રહ્યું હતું અને હાલની માર્ગદર્શિકામાં સુધારો કરવા માટે આરોગ્ય મંત્રાલય પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે વિમાનમાં મુસાફરોને મેગેઝીન અને અન્ય વાંચન સામગ્રી પણ ઉપલબ્ધ કરાવી શકાશે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલના યોગ્ય પાલનને કારણે મેગેઝિન અને એરક્રાફ્ટ પરના માઈલ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.