1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અર્જુન એમકે-1એ ટેન્ક માટે રક્ષા મંત્રાલયે 6 હજાર કરોડની મંજુરી આપી – જાણો આ ટેન્કની ખાસિયતો
અર્જુન એમકે-1એ ટેન્ક માટે રક્ષા મંત્રાલયે 6 હજાર કરોડની મંજુરી આપી – જાણો આ ટેન્કની ખાસિયતો

અર્જુન એમકે-1એ ટેન્ક માટે રક્ષા મંત્રાલયે 6 હજાર કરોડની મંજુરી આપી – જાણો આ ટેન્કની ખાસિયતો

0
Social Share

દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ સેનાને યુદ્ધક ટેન્ક અર્જુન એમકે -1ની ચાવી  સોંપ્યા બાદ હવે સંરક્ષણ મંત્રાલયે 23 ફેબ્રુઆરીએ તેના માટે 6 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ, સૈન્યમાં 118 ઉન્નત અર્જુન ટેન્કનો સમાવેશ કરવામાં આવશે. ખાસ લક્ષ્ય દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવેલ અર્જુન ટેન્કની અનેક ખાસિયતો જોવા મળે છે.

જાણો  અર્જુન ટેન્કની ખાસિયતો

  • ડીઆરડીઓએ અર્જુન ટેન્કની ફાયર પાવર ક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો કર્યો છે.
  •  અર્જુન ટેન્કમાં નવી ટેકનોલોજી ટ્રાન્સમિશન સિસ્ટમથઈ સજ્જ છે.
  • આ અર્જુન ટેન્ક તેના લક્ષ્યને  સરળતાની શોધવાની ક્શમતા ઘરાવે છે
  • અર્જુન ટેન્ક યુદ્ધના મેદાનમાં પાથરવામાં આવેલી ખીણોને દૂર કરીને સરળતાથી આગળ વધવામાં સક્ષમ છે.
  •  કેમિકલ એટેકથી બચવા માટે અર્જુન ટેન્ક પાસે ખાસ સેન્સર છે.
  •  આ ટેન્કને કારણે, જમીન પર લડતા યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેનો સૌ પ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વ્યાપકપણે કરવામાં આવ્યો હતો.
  • ભારતે  વર્ષ 1965 માં પણ પાકિસ્તાન સાથે ટેન્કોનો ઉપયોગ કર્યો હતો. તે સમયે
  • ભારત પાસે સેન્ચ્યુરિયન ટેન્ક હતી અને પાકિસ્તાન પાસે  પેટનની ટેન્ક હતી.
  • અર્જુન ટેન્કની ફિન-સ્ટેબિલાઇઝ્ડ ડિસ્કરિંગ  સપોર્ર્ટ સિસ્ટમ લડાઈ દરમિયાન  દુશ્મનની ટેન્કની ઓળખ કરે છે અને તેનો નાશ કરે છે.
  • વર્ષ 2-012માં આ માચે મંજુરી મળી હતી – વર્ષ 2021માં પ્રથમ ટેન્ક મળશે

118 અપગ્રેડેડ અર્જુન ટેન્ક્સની ખરીદીને વ્રષ 2012 માં મંજૂરી મળી હતી અને વર્ષ 2014 માં સંરક્ષણ પ્રાપ્તિ સમિતિએ પણ તેના માટે રૂ. 6 હજાર 6૦૦ કરોડ જાહેર કર્યા હતા. પરંતુ તેની અગ્નિ ક્ષમતા સહિત અનેક બાજુએ, સૈન્યએ સુધારાની માંગ કરી.

આ સમગ્ર સમય દરમિયાન સેનાએ વર્ષ 2015 માં, સેનાએ રશિયા પાસેથી 14 હજાર કરોડ રુપિયામાં 464 મધ્યમ વજનની ટી -90 ટેન્ક ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આર્મીની માંગના આધારે તેને અપગ્રેડ કરવામાં આવ્યા પછી અર્જુન ટેન્ક માર્ક -1 એ ને 2020 માં લીલી ઝંડી મળી.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code