- રક્ષા મંત્રાલય ખરીદશે પ્રદુષણ નિયંત્રણ જહાજ
- 583 કરોડના ખરીદ કરાર પર કર્યા હસ્તાક્ષર
દિલ્હીઃ- કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે વિતેલા દિવસને મંગળવારે ગોવા શિપયાર્ડ લિમિટેડ સાથે બે પ્રદૂષણ નિયંત્રણ જહાજો બનાવવા માટેના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બંને જહાજો, ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ખરીદવામાં આવશે જે 583 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
આ બાબતને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બંને જહાજોની બેઠક સમુદ્રમાં તેલ લિક થવા જેવી ઘટનાઓને પહોંચીવળવા માટેની કોસ્ટગાર્ડની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, આ સાથે સુરક્ષા દળની પ્રદૂષણ પ્રતિક્રિયા પદ્ધતિ બનશે. ગોવા શિપયાર્ડ પ્રથમ શિપ નવેમ્બર 2024 માં પહોંચાડશે, જ્યારે બીજું જહાજ મે 2025 માં કોસ્ટગાર્ડને પહોંચાડવામાં આવશે.
આ સાથે જ સંરક્ષણ મંત્રાલય એ દાવો કર્યો છે કે આ બંને જહાજો સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન અને ટેકનોલોજીથી બનાવવામાં આવશે, જેનાથી લગભગ 200 એમએસએમઇ વેન્ડરોને કામ મળશે અને નવી રોજગારીનું સર્જન કરશે. હાલમાં કોસ્ટગાર્ડ પાસે ત્રણ પ્રદૂષણ નિયંત્રણ જહાજો છે, જે મુંબઇ, વિશાખાપટ્ટનમ અને પોરબંદર ખાતે આવેલા છે.