Site icon Revoi.in

પર્યટન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવા માટેની તૈયારી કરી શરૂ, 19 મી જૂને પ્રતિરક્ષા માટે યોગ વેબિનાર યોજાશે

Social Share

દિલ્હી : કેન્દ્રીય પર્યટન મંત્રાલય અને તેની પ્રાદેશિક કચેરીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે દેશ-વિદેશમાં અઠવાડિયાથી ચાલતી ઓનલાઇન પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી છે. આ સાથે 19 મી જૂને પ્રતિરક્ષા માટે યોગ વેબિનાર યોજવામાં આવશે. 2015 થી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પર્યટન મંત્રાલય આ પ્રસંગે વિશ્વના વિવિધ ભાગોના પત્રકારો, પ્રભાવશાળી હસ્તીઓ અને ટૂર ઓપરેટરોને હોસ્ટ કરશે.

મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા મુજબ કોવિડ -19 મહામારીની હાલની પરિસ્થિતિને કારણે યાત્રાની સલાહ આપવામાં આવી રહી નથી.એવામાં પર્યટન મંત્રાલય અને ભારત અને વિદેશમાં તેની પ્રાદેશિક કચેરીઓને ‘યોગાની સાથે રહો ‘ , ઘરે રહો ‘વિષય સાથે વિવિધ ઓનલાઇન કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

અઠવાડિયાથી ચાલતા યોગ દિવસની ઉજવણીમાં યોગાનું મહત્વ દર્શાવતી પોસ્ટ્સ, ચિત્રો અને વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંત્રાલયના એકાઉન્ટ પર શેર કરવામાં આવશે. મંત્રાલય અનુભવી યોગ ગુરૂઓ, બ્લોગર્સ અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વિવિધ સત્રોનું જીવંત પ્રસારણ કરવાની પણ યોજના ધરાવે છે. આમાં એમ કહેવામાં આવશે કે યોગ દ્વારા તેમના જીવનમાં કેવા પરિવર્તન આવ્યા છે.

ઇશા ફાઉન્ડેશનના સહયોગથી પર્યટન મંત્રાલય શનિવારે સવારે 11 વાગ્યે વેબિનાર ‘પ્રતિરક્ષા માટે યોગ’ નું આયોજન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, વેબિનાર દરમિયાન ઇશા ફાઉન્ડેશનના યોગ ગુરુઓ ‘સિંહ ક્રિયા’ પ્રદર્શન કરશે, જે રોગપ્રતિકારક શક્તિ અને એકંદર સહનશક્તિને વેગ આપનારો એક સરળ છતાં શક્તિશાળી યોગ આસન છે.