Site icon Revoi.in

ફૂદીનો ત્વચા માટે પણ છે બેસ્ટ ઓપ્શન ડલ પડી ગયેલી સ્કિન પર લાવે છે ગ્લો

Social Share

આપણે આપણી ત્વચાની કાળજી લેવા માટે મોંધા પ્રોડક્ટ જેમ કે ફેરનેસ ક્રિમ, મસાજ ક્રિમ કે સ્ક્રબ કે ફેશિયલ કિટ વાપરીએ છીએ જો કે તમે ભૂલી ગયા છો કે આ પ્રોડક્ટ કેમિકલ વાળા હોય છે તેની સામે તમે ઘરેલું ઉપચારની મદદથી તમારી સ્કિનની દરેક સમસ્યામાંથઈ છૂટકારો મળેવી શકો ચો, સ્કિન કાળી પડી ગઈ હોય પિમ્પલ્સ હોય કે  કોઈ પણ સમસ્યા હોય આ તામમ માટે કુદરતી ઉપચાર જો કરવામાં આવે તો તે બેસ્ટ રહે છે,.આજે ફૂદીનાના ઉપયોગની વાત કરીશું જે સ્કિન માટે બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.

ફૂદીનાના પાનમાં સૈલિસિક એસિડ અને વિટામિન એ હોય છે. જે ત્વચામાં સીબમ ઓઈલના ઉત્પાદનોને ઓછું કરતું હોય છે. જે લોકોની સ્કિન ઓઈલી હોય છે. તેને ખીલ જેવા પ્રોબ્લેમ થતા હોય છે.

ફુદીનામાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. જે ત્વચાની રેડનેસ ઓછી કરીને ખીલથી છુટકારો આપે છે. તમારા ચહેરા પર ફુદિનાના પાનની પેસ્ટ લગાવીને લગભગ 15 મિનિટ સુધી છોડી દો. જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય તો પાણીથી ધોઈ લો.

ફૂદીનાના પાનમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. જે આંખોના ડાર્ક સર્કલ્સને ઓછા કરવામાં મદદ કરે છે. એના માટે તમારે આંખોની નીચે ફુદીનાની પેસ્ટ લગાવવાની છે અને રાતભર તેને છોડી દેવાની. આ તમારી આંખોના કાળા સર્કલને ઓછા કરવામાં મદદ કરશે.