- મીરાબાઈ ચાનુએ ફરી રચ્યો ઈતિહાસ
- વેટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો
દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે પ્રગતિ કરતો દેશ બની રહ્યો છે, રમતગમત ક્ષએત્રની જો વાત કરવામાં આવે તો ભારતમાંથી અનેક ખેલાડીઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે તેમાનું એક નામ છે મીરા બાઈ ચાનુ, જેણે ફરી એક વખત ભારતને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે અને ઈતિહાસ રચ્યો છે.
વિગત પ્રમાણે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે વેઈટલિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ પોતાને નામ કરીને દેશનું નામ ફરી વખત રોશન કર્યું છે.
મીરાબાઈની સામે ચીનના વેઈટલિફ્ટર જિયાંગ હુઈહુઆએ 206 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ, અન્ય એક ચાઈનીઝ વેઈટલિફ્ટર હોઉ ઝિહુઈએ 198 કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ 49 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.