Site icon Revoi.in

ઝારખંડમાં કોરોનાની રસી બાદ થયો ચમત્કારઃ અકસ્માતગ્રસ્ત પ્રૌઢનો અવાજ પરત આવ્યો

Social Share

દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં ઈજા થતા 55 વર્ષિય પ્રૌઢના શરીરના કેટલાક અંગે કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમજ તેમણે અવાજ પણ ગુમાવ્યું હતો. દરમિયાન કોરોનાની રસી બાદ તેમના નિર્જીવ શરીર હલન-ચલન કરવા લાગ્યું હોવાનો તથા અવાજ પરત આવી ગયો હોવાનું જાણવા મળે છે. જેથી તબીબો પણ ચોંકી ઉઠ્યાં છે. આમ ચમત્કાર થયો કે રસીની અસરથી તેમના શરીરમાં નવો પ્રાણ આવ્યો તે અંગે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

એક રિપોર્ટ અનુસાર, બોકારો જિલ્લાના પેટરવાર બ્લોકના ઉત્સારા પંચાયત હેઠળના સલગાડીહ ગામમાં રહેતા 55 વર્ષીય દુલારચંદ મુંડાને પાંચ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માત નડ્યો હતો. સારવાર બાદ તેઓ સાજો થઈ ગયા હતા, પરંતુ તેના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સાથે તેમનો અવાજ પણ ગાયબ થઈ ગયો હતો. એટલું જ નહીં એક વર્ષથી તેમનું જીવન ખાટલા પર પસાર થઈ રહ્યું હતું. હાલ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોવિશિલ્ડની રસી આપવામાં આવી હતી. જેથી તેમનો કોરોના સામે રક્ષણ મળશે. આ ઉપરાંત તેમનો અવાજ પરત આવવાની સાથે શરીરને નવુ જીવન મળ્યું હોવાનું જાણવા મળે છે.  પંચાયતના વડા સુમિત્રા દેવી અને પૂર્વ પ્રમુખ મહેન્દ્ર મુંડાએ પણ દુલારચંદ મુંડાના આરોગ્યમાં થયેલા સુધારાને રસીની અસર ગણાવી છે. મેડીકલ ઈન્ચાર્જ ડો. અલબેલ કેરકેટાએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રની નર્સ દ્વારા 4 જાન્યુઆરીએ તેમના ઘરે રસી આપવામાં આવી હતી અને 5 જાન્યુઆરીથી તેનું નિર્જીવ શરીર હલનચલન કરવા લાગ્યું હતું. તેમને કરોડરજ્જુમાં સમસ્યા છે, જેના અમે ઘણા પ્રકારના રિપોર્ટ જોયા છે. જો કે તે તપાસનો વિષય છે. જ્યારે સિવિલ સર્જન ડૉ. જિતેન્દ્ર કુમારે કહ્યું કે આ એક આશ્ચર્યજનક ઘટના છે.