પીપળાના પાનના છે ચમત્કારિક ફાયદા, પ્રાચીન સમયમાં આયુર્વેદિક રીતે સારવાર માટે થતો ઉપયોગ
- પીપળાના પાનના છે અનેક ફાયદા
- પ્રાચીન સમયમાં થતો આયુર્વેદિક તરીકે ઉપયોગ
- અનેક બીમારીથી રક્ષણ આપવામાં છે સક્ષમ
પીપળાના વૃક્ષને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળાના વૃક્ષને આર્યુવેદમાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે અને આર્યુવેદના અનુસાર આ વૃક્ષના પાનનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગ દૂર થાય છે.પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસતા હતા.આ ઉપરાંત,ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.પીપળાના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.. તો ચાલો જાણીએ પીપળના પાંદડાથી થતા ફાયદા વિશે…
આયુર્વેદ સાથે સંકળાયેલા એક વૈધનું કહેવુ છે કે દરરોજ બે પીપળાના પાંદડાનું સેવન કરવાથી ઓક્સિજનનું સ્તર વધી શકે છે. તેના માટે તમારે દરરોજ બે પીપળાના પાંદડાનું સેવન કરવું પડશે. પીપળામાં મોઇસ્ચર કન્ટેન્ટ, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન, ફેટ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, કૉપર અને મેગ્નેશિયમ તત્વો હોય છે.
ફેફસા માટે લાભદાયક
ફેફસાંના રસ્તે સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવા સાથે ઉધરસ આવવા પર પીપળાના પાંદડાનું સેવન કરી શકાય છે. પીપળાના પાંદડાના અર્કમાં આવા વિશેષ ગુણ હોય છે, જે બ્રોન્કોસ્પેઝમ પર અસરકારક અસર બતાવી શકે છે. શ્વાસના દર્દીઓએ દરરોજ પીપળના બે લીલા પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી આરામ મળે છે. સાથે જ પીપલનાં પાંદડાઓ ઓક્સિજનનું સ્તર વધારવામાં પણ અસરકારક છે.
લિવર માટે લાભદાયક
વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી લીવર પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં પીપળના પાનનું સેવન લીવરને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. પીપળામાં લીવરને ડેમેજ થવાથી બચાવનારી એક ક્રિયા મળે છે. તેના અર્કનો ઉપયોગ કરીને, લિવરને બગડતા અટકાવી શકાય છે. તેથી લીવરના દર્દીઓએ દરરોજ સવારે પીપળાના બે પાંદડાઓનું સેવન કરવું જોઈએ.
કફની સમસ્યાથી રાહત મળે છે
જો તમે કફની સમસ્યાથી પરેશાન છો. પીપળનું પાન તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. પીપળાના પાનમાં રોગનિવારક તત્વો મળે છે. તેનો ઉપયોગ કરવાથી તમને કફમાં રાહત મળે છે, પીપળના પાનનો રસ તરીકે ઉપયોગ કરવાથી કફની સમસ્યામાં રાહત મળે છે. તેમજ તમે પીપળના પાન સુકાવી શકો છો અને તેનો ઉપયોગ ઘી સાથે કરી શકો છો.