- ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ
- વર્ષ 2000 માં તેણીએ મિસ યુનિવર્સનો જીત્યો ખિતાબ
- ફિલ્મ ‘અંદાઝ’ થી પોતાના કરિયરની કરી શરૂઆત
મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ છે. લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978 ના રોજ યુપીના ગાઝિયાબાદમાં થયો હતો. લારા હવે ફિલ્મોમાં ભલે ઓછી નજરે આવે છે,પરંતુ એક સમયે તેને બોલિવૂડમાં એક કરતા વધારે ફિલ્મ કરી હતી.
વર્ષ 2000 માં તેણીએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ પછી વર્ષ 2003 માં તેણે ફિલ્મ ‘અંદાઝ’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો.
લારા દત્તાના પિતા પંજાબી છે અને માતા એંગ્લો ઇન્ડિયન છે. તેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું એટલું જ નહીં, તેણે બોલિવૂડમાં પણ સફળ કારકિર્દી બનાવી. લારાએ ‘પાર્ટનર’, ‘મસ્તી’, ‘નો એન્ટ્રી’, ‘ભાગમ ભાગ’, ‘હાઉસફુલ’, ‘ચલો દિલ્હી’ જેવી ઘણી હિટ ફિલ્મો કરી છે. તેની મોડલિંગ કારકિર્દી ફિલ્મો કરતા પણ સારી માનવામાં આવે છે.
દેવાંશી