Site icon Revoi.in

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર લારા દત્તાનો આજે જન્મદિવસ,જાણો તેમની સફળતા સુધીની સફર વિશે

Social Share

મુંબઈ:મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ છે.લારા દત્તા એક એવી બોલીવુડ અભિનેત્રી છે જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ટૂંકી કારકિર્દીમાં લારા દત્તાએ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.તેમાંથી અક્ષય કુમાર, ગોવિંદા, સલમાન ખાન અને બીજા ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે.પરંતુ અચાનક તેણે બોલિવૂડને હંમેશ માટે અલવિદા કહી દીધું.જોકે લારા દત્તા હવે પોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે. ત્યારે આજે અમે તમને લારા દત્તા અને તેના જીવન વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું.

લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978ના રોજ યુપીના ગાઝિયાબાદમાં થયો હતો.લારાના પિતાનું નામ અલકે દત્તા છે જે એરફોર્સમાં વિંગ કમાન્ડર છે અને તે પંજાબી છે જ્યારે માતાનું નામ જેનિફર દત્તા છે જે એંગ્લો ઈન્ડિયન છે. લારા દત્તાને બે બહેનો સબરીના દત્ત અને ચેરિલ છે. લારા દત્તાએ વર્ષ 2011 માં પ્રખ્યાત ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા, અને તેમને સાયરા ભૂપતિ નામની પુત્રી પણ છે.

લારા દત્તાનો પરિવાર 1991માં બેંગ્લોરથી સ્થળાંતર કરીને યુપીમાં સ્થાયી થયો હતો.લારાએ પોતાનું સમગ્ર શિક્ષણ બેંગ્લોરમાંથી જ કર્યું હતું.લારાએ બેંગ્લોરની સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે.લારાએ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.લારા દત્તા ઘણી ભાષાઓ જાણે છે, જેમાં અંગ્રેજી, પંજાબી, કન્નડ, હિન્દી અને ફ્રેન્ચનો સમાવેશ થાય છે.

લારા દત્તા પોતાની ફિલ્મી કરિયર શરૂ કરતા પહેલા જ ફેમસ થઈ ગઈ હતી.તેણે વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. લારાએ ફિલ્મ ‘અંદાઝ’થી બોલિવૂડમાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.આ ફિલ્મમાં લારાની એક્ટિંગની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.આ ફિલ્મ માટે લારા દત્તાને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એવું નથી કે લારાએ તમામ ફિલ્મો હિટ આપી છે.તેની ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી પરંતુ તેમ છતાં તેણે હિંમત હારી નહીં.તેણે ફરી એકવાર ‘મસ્તી’થી ફિલ્મોમાં કમબેક કર્યું.આ પછી ‘કાલ’ અને ‘નો એન્ટ્રી’ જેવી સુપરહિટ ફિલ્મો પણ તેની ઝપેટમાં આવી ગઈ. આ ફિલ્મો પછી લારાએ ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું.