Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં કન્યાઓની ગૂમ થવાની સંખ્યા વધી – રાજ્યના અનેક જીલ્લાના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

લખનૌઃ-  ઉત્તરપ્રદેશના શહેરોમાં કન્યાઓ ગૂમ થવાની સંખ્યામાં વધારો થયો હોય તેવો એક ચોંકાવનારો ખુલાસો થયો છે,મળતી માહિતી પ્રમાણે આરટીઆઈ  પ્રમાણે દરરોજ રાજ્યમાં ત્રણ કન્યાઓ ગુમ થઈ રહી છે તેવું આંકડાઓ દર્શાવી રહ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ગૂમ થયેલી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પછી ગૂમ કરવામાં આવી રહી છે.આ સાથેજ અમે પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક કન્યાઓને દેહવ્યાપાર દેવા ગોરખ ઘંઘામાં સંડોવવામાં આવી રહી છે.

આ ઘટનાને મામલે ઉત્તરપ્રદેશના 50 જેટલા જીલ્લાઓની પોલીસે જદણાવ્યું છે કે, રાજ્યમાં વિતેલા  વર્ષ દરમિયાન કુલ 1 હજાર 763 બાળકો ગુમ થયા હતા જેમાં દિકરીઓની સંખ્યાની જો વાત કરીએ તો 1 હજાર 1116 તો કન્યાઓ જ હતી.

આ સમગ્ર બાબતે એ પણ ખુલાસો થયો છઠે કે આ તમામા કન્યાઓની ઉંમર 12 વર્ષથી લઈને 18 વર્ષની વચ્ચેની જ હતી આ શઉંમરની કુલ 1 હજાર 80 બાળાઓ ગૂમ થી હતી જો કે તેમાંથી 966 દિકરીઓને શોધવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થી હતી જ્યારે હાલ પણ તેમાંથી કેટલીક બાળાઓનો કોઈ જ અતોપતો નથી.

આ મામલે રાજ્યના આગ્રા જિલ્લાના આરટીઆઈ અને બાળ અધિકાર કાર્યકર્તા  ઉત્તર પ્રદેશ પોલીસ પાસે વર્ષ 2020માં ગુમ થયેલા બાળકોની માહિતીની માંગણઈ કરી હતી.ત્યારે આ આરટીઆઈ પર યુરીના જૂદા જૂદા 50 જીલ્લાના પોલીસનો જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ચોંકાવાનરુ સત્ય જાણવા મળ્યું હતું.

આ આરટીઆઈ મળેલા જવાબ પ્રમાણે 1 હજાર 763 બાળકો ગુમ થયા છે. જેમાં 597 છોકરાઓ અને 1 હજાર 166 છોકરીઓ છે. પોલીસે અત્યાર સુધીમાં 1 હજાર 461 બાળકોને શોધ્યા કછે જ્યારે 302 બાળકો હજુ પણ લાપતા છે. તેમાંથી 102 છોકરાઓ અને 200 છોકરીઓ છે. જે હજી સુધી મળ્યા નથી.આમ કહી શકાય છે કે રાજ્યમાં દરરોજ 5 બાળકો ગૂમ થાય છે જેમાં 3 કન્યાઓ રોજ ગૂમ થાય છે.