Site icon Revoi.in

મિશન સુર્યઃ આદિત્ય L1 સફળતા પૂર્વક લોંચ થવા બદલ પીએમ મોદીએ ઈસરોને પાઠવી શુભેચ્છાઓ

Social Share

દિલ્હીઃ- ચંદ્રયાન 3ની સફળતા બાદ આજરોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરે સુર્ય મિશન અંતર્ગત આદિત્ય એલ 1 લોંચ કર્યું છે.જે સફળ રીતે લોંચ થઈ ચૂક્યું છે.આંઘ્રપ્રદેશના શ્રી હરિકોટ સતિષ ઘવન સેન્ટર પરથી આ મિશન લોંચ કરવામાં આવ્યું હતું જેના સાક્ષી બનવા માટે અનેક લોકો હાજર રહ્યા હતા ત્યારે હવે આ મિશનને લઈને પીએમ મોદીએ ઈસરોને શુભેચ્છાઓ પાઠવી છે.

આ મિશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના રોકેટ PSLV-C57 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV-C57 દ્વારા આદિત્ય-L1 પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પીએસએલવીએ ઉપગ્રહને તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં ચોક્કસ રીતે મૂક્યો છે. અને હવે ભારતની સૌપ્રથમ સૌર વેધશાળાએ સૂર્ય-પૃથ્વી લેગ્રાંગિયન (L1) બિંદુના ગંતવ્ય સ્થાન સુધી તેની યાત્રા શરૂ કરી છે
આ બાબતને લઈને ઈસરોએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા.
https://twitter.com/narendramodi/status/1697873881221231055?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1697873881221231055%7Ctwgr%5E23a62d33aae1bf4689b7a2de9d7701c281b3ecfb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Findia-news%2Fthe-launch-of-aditya-l1-by-pslv-c57-is-accomplished-successfully-satellite-precisely-into-its-intended-orbit-2023-09-02

આ સફળતાને લઈને પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ માટે ઈસરોને પણ અભિનંદન. અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો સમગ્ર માનવતાના લાભ માટે બ્રહ્માંડની વધુ સારી સમજણ વિકસાવવા માટે ચાલુ રહેશે.