- મિતાલી રાજની બોયપિક તૈયાર
- જૂલાઈ મહિનામાં સિનેમાઘરોમાં રિલ્ઝી થશે
- તાપસી પન્નુ મિતાલીની ભૂમિકા ભજવશે
મુંબઈઃ- આજરોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ પ્લેયર અને કેપ્ટલ મિતાલી રાજે આતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે, એ જણવું રહ્યું કે મિતાલી રાજની બાયોપિક ‘શાબાશ મિથુ’ બનીને તૈયાર છે ત્યારે હવે તે જુલાઈ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.
તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘શાબાશ મિથુ’માં ભારતીય ક્રિકેટર મિતાલી રાજની કારકિર્દી વિશે વિગતવાર માહિતી આપતી ફિલ્મ છે. મિતાલી રાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 23 વર્ષની છે, તેણે સતત સાત વખત ODIમાં 50 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે મિતાલી રાજે 4 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
તાપસીએ આઇકોનિક ભારતીય મહિલા કેપ્ટન તરીકે રમવા માટે ખાસ ક્રિકેટ ટ્રેનિંગ લીધી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તાપસીએ ચાહકોની ઉત્સુકતા વધારવા માટે ઘણા ફોટો પણ શેર કર્યા હતા. શ્રીજીત મુખરજી દ્વારા દિગ્દર્શિત અને પ્રિયા એવેન દ્વારા લખાયેલ શાબાશ મિથુ, 15 જુલાઈ, 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
https://www.instagram.com/taapsee/?utm_source=ig_embed&ig_rid=5d8707d2-4a7f-4e25-97eb-23ce994500f2
ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા અભિનેત્રી તાપસી પન્નુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કર્યું.પોસ્ચટર શેર કરતા લખ્યું છે કે , “આ છોકરીથી કોઈ પણ વધુ શક્તિશાળી ન હોઈ શકે જેનું કંઈક કરવાનું સપનું હોય. તેને સાકાર કરવાની યોજના બનાવો.” તે આ છે. એક છોકરીની વાર્તા જેણે આ “જેન્ટલમેનની ગેમ”માં પ્રવેશ કર્યો અને બેટ ઉપાડીને તેના સપનાના પાછળ દોડી. શાબાશ મીટ્ટુ: ધ અનહર્ડ સ્ટોરી ઓફ વુમન ઇન બ્લુ 15મી જુલાઈ 2022ના રોજ થિયેટરોમાં આવશે.”