મિથુન ચક્રવર્તી છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ થયા
મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તીને આજે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અભિનેતાએ આજે સવારે છાતીમાં દૂખાવાની ફરીયાદ થઈ હતી, તેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અભિનેતાના નજીકના લોકોનું કહેવું છે કે, તે બેચેની મહેસુસ કરી રહ્યા હતા, પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
અભિનેતાના પરિવારના સદસ્યો તેમના હોસ્પિટલમાં ભર્તી થવાની ખબર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. હોસ્પિટલએ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને એક નિવેદન જારી કર્યું છે. સ્વાસ્થ્ય સુવિધાના અધિકારીઓએ કહ્યું છે કે, અભિનેતાને છાતીમાં તેજ દુખાવો થયો હતો જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ અહીં તેમની સારવાર ચાલું છે. અભિનેતાનું એમઆરઆઈ કરવામાં આવ્યું હતું અને બીજા પરીક્ષણો કરાવવાના ચાલું છે.
હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું કે મિથુન ચક્રવર્તીને સવારે દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું ચિકિત્સીય મૂલ્યાકન કરવામાં આવી રહ્યું છે. અમે પછીથી વધારે જાણકારી આપીશુ. સવારે 10.30 વાગે અભિનેતાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એમઆરઆઈ રિપોર્ટની રાહ જોવાય છે. તે હાલમાં ન્યુરો મેડિસિન વિશેષજ્ઞ દેખરેખમાં આઇટીયુમાં છે.
મિથુન ચક્રવર્તીને હાલમાં જ પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેતાએ આ ખબર પછી તેમની ભાવની વ્યક્ત કરી અને બંગાળીમાં એક વિડિયોમાં કહ્યું હતુ કે, મને ગર્વ છે, હું આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું બધાનો આભાર માનવા માગું છું.