- વાળને કાળા કરે છે કોફી
- કોફી વાળને સીલ્કી પણ બનાવે છે
સામાન્ય રીતે આજકાલવ નાની ઉંમરે વાળ સફેદ થવાની ઘણી ફરીયાદ રહેતી હોય છે જો કે આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું નુસ્ખાઓ તમને ખૂબ કામ લાગી જા. છે, જ્યારે આજે આવા એક નુસ્ખા વિશે વાત કરીશું,
વાળને કાળા કરવા માટે બજારમાં વિવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક લોકો ફક્ત તેમના વાળને કુદરતી રીતે કાળા કરવા માંગે છે. આવા લોકો માટે કોફી પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે જે લોકો કોઈ કારણસર સફેદ થઈ ગયા છે તેઓ પણ કોફી ટ્રાય કરી શકે છે.
બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોના વાળ સમય પહેલા સફેદ થઈ જાય છે. તે જ સમયે, કેટલાક લોકો તેમના શરીરમાં જરૂરી પોષક તત્વો મેળવી શકતા નથી, જેના કારણે મોટાભાગના લોકોને આવી સમસ્યાઓ થાય છે. તો ચાલો જાણીએ કે કોફીથી સફેદ વાળ કેવી રીતે કાળા કરી શકાય છે.
વાળમાં કોફી લગાવવા માટે તમારે પહેલા બ્લેક કોફીની જરુર પડશે
ત્યારબાદ તમે તેમાં થોડું પાણી મિક્સ કરો.
કોફીમાં પાણી મિક્સ કર્યા પછી, તમે તેને અડધા કલાક સુધી વાળમાં લગાવીને રહેવાદો .
આમ કરવાથી વાળને કાળા કરવામાં ચોક્કસમદદ મળશે
કોફીની પેસ્ટને અડધા કલાક સુધી વાળમાં લગાવ્યા પછી તમે તેને ઠંડા પાણીથી ધોઈ લો.
જો તમે આ પેસ્ટને 15 દિવસ સુધી દરરોડ લગાવશો તો તમારી ઉંમર પહેલા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જશે.