ભોજનમાં મિક્સ કરો આ વસ્તુ, ગેસ અને અપચાથી મળશે રાહત
ભોજન કર્યા પછી ઘણી વાર એસિડિટી, ગેસ અને પેટ ફૂલી જવું વગેરે સમસ્યાઓ થાય છે. આના ઘણા કારણો હોય શકે છે. અનિયમિત જીવનશૈલી, ભૂખથી વધારે ખાઈ લેવું, સ્પાઈસી અથવા ફ્રાઈડ ફૂડ ખાવું, સમયસર ખાવાનું ન ખાવું અને જરૂરતથી વધારે કેફીનનો ઉપયોગ આવી સમસ્યાનું કારણ બને છે. આ સમસ્યાઓથી બચવા માટે આયુર્વેદ એક્સપર્ટ ઘણા ઉપાય સુચવે છે. એક એવી વસ્તુ છે જેને ખાવામાં ઉમેરીને પેટને લગતી દરેક સમસ્યાઓથી બચી શકાય છે.
જો તમે અપચો, ગેસ, પેટ ફૂલી જવુ જેવી સમસ્યાઓથી બચવા માંગતા હોવ, તો રસોઈ કરતી વખતે એક ચપટી હીંગ ઉમેરો. આ ખાવામાં માત્ર સુગંધ અને સ્વાદ ઉમેરે છે. એટલું નહીં પણ પેટ સબંધીત સમસ્યાઓથી પણ રાહત મેળવી શકાય છે.
હીંગ આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટી ગેસ એજન્ટ જોવા મળે છે. જેમાં પેટ ફૂલવાની સમસ્યાથી આરામ આપે છે. જે લોકો વારંવાર ગેસની સમસ્યાથી પીડાય છે. તેમને તેમના ભોજનમાં હીંગનો ઉપયોગ કરવો જોઈએ. આ ફાયદા સિવાય હીંગ પેટના કીડાને દૂર કરવામાં મદદ કરે છે. હીંગમાં હાજર એન્થેલમિંન્ટિક ગુણધર્મો ઘણી રીતે અસરકારક છે. હીંગ કુદરતી કાર્મિનેટિવના રીતે કામ કરે છે. આ જ કારણ છે કે, પેટમાં સોજા થી લઈને પેટ ફૂલી જવામાં અને પાચન સબંધીત ધણી મુશ્કેલીઓમાં આને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
જો તમે ભોજનમાં હીંગનો ઉપયોગ કરો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ હ્રદય સબંધીત સ્વસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, હીંગ પીરિયડ્સના દુખાવામાં રાહત આપે છે. હીંગમાં હાજર એન્ટી ઈફ્લામેટરી ગુણ માથાનો દુખાવો અને સોજા જેવી સમસ્યોઓમાં રાહત આપવામાં મદદ કરે છે.