Site icon Revoi.in

એસ્ટ્રાજેનેકા અને સ્પુતનિક વી વેક્સિનના મિશ્ર ડોઝ સંપૂર્ણ રીતે સુરક્ષિતઃ અભ્યાસમાં કરાયો દાવો 

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં વેક્સિન એક માત્ર સરળ ઉપાય જોવા મળે છે જેને લઈને અનેક દેશોે વેક્સિનેશનની પ્રક્રિયામાં વેગ આપ્યો છે, ત્યારે હવે વેક્સિન કોકટલ સંબંધિત બહુપ્રતીક્ષિત અભ્યાસના વચગાળાના પરિણામો જારીલકરવામાં આવી ચૂક્યા છે.

આ સમગ્ર મામલે અઝરબૈજાનના સંશોધકોએ એસ્ટ્રાજેનેકા અને સ્પુટનિક લાઈટ વેક્સિનના સંયોજનના ડોઝને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ  વધુ અસરકારક હોવાનું પણ જાણવા મળ્યું છે. અઝરબૈજાનમાં ‘વેક્સિન કોકટેલ’ ની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા ફેબ્રુઆરી વર્ષ 2021 માં શરૂ થઈ હતી.જેમાં 50 સહભાગીઓ પર કરવામાં આવેલા પરિક્ષણમાં કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસરો બહાર આવી નથી. આથી વિશેષ આ કોકટેલ વેક્સિને SARS-CoV-2 વાયરસ સામે મજબૂત અને લાંબા સમય સુધી રોગપ્રતિકારક ક્ષમતા જન્માવી છે.

એસ્ટ્રાજેનેકા અને સ્પુટનિક લાઈટ વેક્સિનઓની મિશ્ર માત્રા બનાવવા માટે ‘હેટરોજીનસ બુસ્ટિંગ’ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તકનીકમાં ‘હ્યુમન એડિનોવાયરસ સેરોટાઇપ -26’  ઉપયોગને પ્રથમ, જ્યારે ‘હ્યુમન એડિનોવાયરસ સેરોટાઇપ -26’ના ઉપયોગને બીજા તત્વ તરીકે વપરાય છે. આ બંને વાયરસ ‘હ્યુમન એડિનોવાયરસ’ ના પેટા પ્રકારો છે.

સંશોધન ટીમના સભ્ય કિરીલ દમિત્રીવે દાવો કર્યો હતો કે ‘વિજાતીય બુસ્ટીંગ’ ટેકનિકથી તૈયાર થયેલ ‘વેક્સિન કોકટેલ’ પ્રારંભિક પરીક્ષણમાં સલામત મળી આવી છે. જેની મદદથી, કોરોના વાયરસ સામે ખૂબ જ મજબૂત પ્રતિરક્ષા વિકસાવવામાં  સફળતા મળી છે,ત્યારે આ બાબતના અભ્યાસના રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને તેના ભાગીદારો ઓગસ્ટના મધ્યમાં પરિણામો જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની વિષય નિષ્ણાત સમિતિએ પણ કોવેક્સિન અને કોવિશિલ્ડના મિશ્ર ડોઝના પરિક્ષણ કરવાની ભલામણ કરી છે,આ બાબતે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરે, પ્રથમ અને બીજા ડોઝમાં અલગ રસીઓની અસરનું મૂલ્યાંકન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.