‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો
અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક રેટ સુધરી જશે.
જો આપ ગ્રીન તથા બ્લેક ટીની સાથે મીઠુ મિળાવીને પીવો છો તો આપના ડાયઝેસ્ટિવ એન્ઝાઈમ્સમાં વધારો થશે. જેથી ખાવાનું ઝડપથી પચશે.
- આપ ચા બનાવતા હોવ અને ચા કડવી બની ગઈ હોય તો તેમાં એક ચપટી મીઠું મિક્સ કરીને કડવાસને ઓછી કરી શકો છો.
- અભ્યાસ અનુસાર, મીઠું રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી ગળામાં તથા અન્ય વાયરલ ઈન્ફેક્શનથી બચી શકો છો.
- મીઠું એ કુદરતી ઇલેક્ટ્રોલાઇટ છે, અને તમારી ચામાં થોડું મીઠું ઉમેરવાથી પરસેવો અને અન્ય પ્રવૃત્તિઓને કારણે ખોવાયેલા ઇલેક્ટ્રોલાઇટ્સને ફરીથી ભરવામાં મદદ મળી શકે છે.
- ઉદાહરણ તરીકે, રોક સોલ્ટ પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે, જે એકંદર આરોગ્ય માટે જરૂરી છે.