મિઝોરમ વિધાનસભા ચૂંટણીઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પરાજ્ય
નવી દિલ્હીઃ મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે અને ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહી છે. મિઝોરમમાં એઝપીએમ સરકાર બનાવવા તરફ સતત આગળ વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી જોરામથાંગા અને ડેપ્યુટી સીએમ ત્વાનલુઈયાનો પરાજ્ય થયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઝેડપીએમના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે, તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી રહ્યાં છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના આરોગ્ય પ્રધાન અને MNF ઉમેદવાર આર લાલથાંગલિયાના દક્ષિણ તુઇપુઇ બેઠક પરથી ZPMના જેજે લપેખલુઆ સામે હારી ગયા છે. લાલપેખલુઆને 5,468 વોટ મળ્યા જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટના ઉમેદવાર આર લાલથાંગલિયાનાને 5,333 વોટ મળ્યા છે. જોરમ પીપલ્સ મૂવમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. કેનેથ ચવાંગલિયાનાએ કહ્યું હતું કે, ‘હાલમાં અમે 20થી વધુ સીટો પર આગળ છીએ. મને લાગે છે કે અમે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું.
ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમાએ કહ્યું, ‘મિઝોરમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ તે વારસો છે જે આપણે વિદાય લેતી સરકાર પાસેથી મેળવવા જઈ રહ્યા છીએ. અમે અમારી પ્રતિબદ્ધતા પૂરી કરવા જઈ રહ્યા છીએ. નાણાકીય સુધારા જરૂરી છે અને તેના માટે અમે સંસાધન એકત્રીકરણ ટીમ બનાવવા જઈ રહ્યા છીએ.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. જોરમ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાજ્યમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. સવારે 11:30 વાગ્યા સુધીના વલણો મુજબ, ZNP 40 માંથી 26 બેઠકો પર આગળ છે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) 10 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 1 અને અન્ય 3 પર આગળ છે.
વલણથી સ્પષ્ટ છે કે ZNP પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પહેલા અને પછી પણ અહીં ત્રિકોણીય હરીફાઈની ચર્ચા હતી. એક્ઝિટ પોલ્સે ત્રિશંકુ વિધાનસભાની આગાહી પણ કરી હતી, પરંતુ લાલડુહોમા અને તેમની પાર્ટીએ તમામ અટકળોને ફગાવી દીધી છે. આ મોટી જીત બાદ હવે લાલડુહોમા સીએમ બનવાની તૈયારી કરી રહ્યા છે. પ્રશાસનિક અધિકારી બનવાથી લઈને રાજ્યના સીએમ પદના દાવેદાર બનવા સુધીની લાલડુહોમાની સફર એટલી સરળ રહી નથી.