- કોરોનાની વકરતી સ્થિતિને લઈને મિઝોરમ સતર્ક બન્યું
- આંશિક લોકડાઉન 18 તારીખ સુધી લંબાવાયું
- રાજધાની આઈઝોલમાં સૌથા વધુ કેસ નોંધાયા
- વિતેલા દિવસે 1 હજારથી વધુ કેસ સામે આવ્યા
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય ફરીથી ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યો પોતાની રીતે કોરોનાને પહોંચી વળવા સર્કતતા દાખવતા જોવા મળી રહ્યા છે, આ શ્રેણીમાં મિઝોરમ સરકાર પણ હવે કોરોનાને લઈને સતર્ક બની છે,કોરોનાને અટકાવવા માટે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે મિઝોરમના આઈઝોલ નગર નિગમ વિસ્તારમાં આંશિક લૉકડાઉન અને રાજ્યના અન્ય ભાગોમાં કોવિડ સંબંધિત કેટલાક પ્રતિબંધોને 18 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે. જો કે સાથે જ કેટલીક છૂટછાટ પણ અપાઈ છે.
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કોવિડ પ્રતિબંધો સાથે સંબંધિત એક આદેશ જારી કરવામાં આવ્યો હતો,આ પહેલા આપવામાં આવેલા આદેશ 20 ઓગસ્ટ સુધી અમલી હતા જેને લઈને રવિવારના રોજ નવો આદેશ જારી કરાયો હતો, જેમાં આ માહિતી ઉપલબ્ધ કરાવાઈ છે.
એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે એએમસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાની મંજૂરી અપાઈ નથી, જો કે રાજ્યના બીજા વિસ્તારોમાં જે કોરોના મુક્ત હોય તેના વિસ્તારમાં સ્કુલ અને કોલેજોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આઈઝોલ શહેરની બહાર કોવિડ મુક્ત વિસ્તારમાં ઘાર્મિક સ્થળોને ફરીથી ખોલવાની પરવાનગી અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને સોમવારે મિઝોરમમાં સોમવારે કોરોનાના 1 હજાર 300 કેસ નોંધાયા હતા,આ આંકડાની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 64 હજાર 22 થઈ છે, આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કારણે બે વધુ દર્દીના મોત થતા હવે મૃત્યુંઆંક વધીને 224 થયો છે, આ સાથે જ નવા નોઁધાઈ રહેલા કેસોમાં બાળલકોની સંખ્યા વધી રહી છે જે ચિંતાનો વિષય છે,આઈઝોલમાં સંક્રમણના સૌથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. મિઝોરમમાં હાલ 10 હજાર 538 કેસ એક્ટિવ જોવા મળે છે, કે જેઓ સારવાર લઈ રહ્યા છે.