ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું, MLA અરવિંદ લાડાણી જોડાશે ભાજપમાં
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાના રાજીનામા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. ગુજરાતની માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું.
અરવિંદ લાડાણીએ આ સાથે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી પણ ત્યાગપત્ર આપી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેઓ ભાજપમાં સામેલ થવાના છે.
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવારે ગુજરાત પહોંચવાની છે. યાત્રાના ગુજરાત પહોંચવાના એક દિવસ પહેલા જ કોંગ્રેસને ફરી એકવાર આંચકો લાગ્યો છે.
જણાવવામાં આવે છે કે આના પહેલા રાજુલામાં અરવિંદ લાડાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ સાથે મુલાકાત કરી હતી. તેના પછી અરવિંદ લાડાણીએ કોંગ્રેસના નેતાઓના ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું. લાડાણીના રાજીનામા બાદ હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 13 ધારાસભ્યો છે.