ભરૂચઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન કર્મચારીને ધમકી આપવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ધારાસભ્યની ધરપકડ બાદ જેલવાસ ભોગવી રહ્યા હતા. દરમિયાન રાજપીપળા કોર્ટેમાં જામીન અરજી કરાતા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી રહેશે.
આ કેસની વિગત એવી છે. કે, નર્મદા ડિલ્લાના ડેડીયાપાડા પંથકમાં જંગલની જમીન પર કેટલાક લોકોએ કબજો કર્યો હતો. આ બાબતે વનવિભાગના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ વનવિભાગે કામગીરી અટકાવી હતી. આ સમયે ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવા સામે ફાયરિંગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. પોલીસે ચૈતર વસાવાના પત્ની અને પર્સનલ આસિસ્ટંટની ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા કેટલાક દિવસ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ 14 ડિસેમ્બરે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
પોલીસે ફરિયાદના આધારે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીને માર મારવાનો, વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લગાવ્યા હતા. આ કેસમાં અગાઉ ચૈતર વસાવાએ આગોતરા જામીન માગ્યા હતા. જે નામંજુર થયા બાદ વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. અને કોર્ટમાં જામીન માગ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે જામીન આપ્યા છે. આજે તારીખ 23/1/24ના રોજ ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરાશે.
જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જ્જ એન.આર. જોશીની કોર્ટે ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાનાની હદમાં પ્રવેશવું નહિ એ શરતે જામીન મંજૂર આપવામાં આવ્યા છે.