Site icon Revoi.in

મોંધવારીને લીધે ધારાસભ્યની કાર સળગાવી હતી, આરોપીનું BJP કાર્યકર્તા હોવાનું રટણ

Social Share

વડોદરા : શહેરમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી યોગેશ પટેલની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવ્યું હતું કે કારમાં ઈલેક્ટ્રિક શોકસર્કિટને કારણે આગ લાગી હતી. જોકે પોલીસે વધુ તપાસ કરતા ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. કાર સળગાવનારા આરોપીને પોલીસે પકડી લીધો હતો. આરોપીએ પોલીસ સામે કબૂલ્યુ હતું  કે,  ભાજપ સરકારે મોંઘવારી વધારી છે એટલે ભાજપના ધરાસભ્યની કારને આગ લગાવી દીધી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું. જોકે, તેના કરતા પણ ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી ભાજપનો જ કાર્યકર્તા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે. ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ગાડી જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. બે દિવસ પહેલા અચાનક રાત્રે તેમની કારમાં આગ લાગી હતી. યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારમાં આગ લગાવતા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં બાઇક પર આવેલ મોહમ્મદ હનીફ દારૂવાલા નામના શખ્સે કારમાં આગ લગાવી હોવાનુ ખૂલ્યુ હતું. પોલીસે આરોપી મોહમ્મદ હનીફ દારૂવાળાની અટકાયત કરી હતી.

મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રીની કારમાં આગ લગાવી હતી. ત્યારે પોલીસ પકડમાં આવેલા આરોપીએ પોતે પણ ભાજપનો કાર્યકર હોવાનું રટણ કર્યુ હતું. આરોપી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઓળખતો હોવાનો દાવો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અનિશ દારૂવાલા અગાઉ હથિયાર અને જુગારના કેસમાં ઝડપાયો હતો. મોહમ્મદ અનિશ દારૂવાલાએ મંત્રીની કારમાં આગ લગાડી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસ સામે કબૂલ્યુ હતું. (file photo)