1. Home
  2. ગુજરાતી
  3. ધારાસભ્યો હવે પોતાની ગ્રાન્ટમાંથી હોસ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકશે

ધારાસભ્યો હવે પોતાની ગ્રાન્ટમાંથી હોસ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી હોલ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકે તે માટે મોટાભાગના ધારાસભ્યોએ સરકારમાં રજુઆત કરી હતી. કોરોનાની સ્થિતિને પગલે રાજ્ય સરકારે કેબિનિટ બેઠકમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમના વિસ્તારની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સાધનો વસાવવાની મંજૂરી આપી છે. અગાઉ ધારાસભ્યોને 25 લાખની મર્યાદામાં મેડિકલ સાધનો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની છૂટ હતી, જેને હવે દૂર કરવાની સાથોસાથ આવા સાધનો માટેની ગ્રાન્ટ જીએમએસસીએલ હસ્તક મૂકી તેના મારફતે જ ખરીદી થાય તેવી વ્યવસ્થા હતી જે પણ દૂર કરાઇ છે, જેથી ધારાસભ્યો આરોગ્યલક્ષી સુવિધાના કામ સીધા સૂચવી શકશે.

રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહે જાડેજાએ જણાવ્યુ હતું કે,  મુખ્યપ્રધાને તમામ પ્રધાનોને  ત્રણ દિવસ માટે તેમના પ્રભારી જિલ્લામાં રૂબરૂ જઇને કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાની અને દર્દીઓની સારવારની કામગીરી અંગે વહીવટી તંત્ર સાથે માર્ગદર્શન કરવાની સૂચના આપી છે. બીજી તરફ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે સહકારી સંસ્થાઓને તેમના ધર્માદા ફંડમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી આ ફંડમાંથી આરોગ્યલક્ષી સેવાઓ માટે ખર્ચ કરી શકાશે. ઉપરાત ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ તેમના વિસ્તારમાં મેડિકલ સાધનો ખરીદવા માટે કરી શકશે. આ નિર્ણયથી સરકારી હોસ્પિટલોમાં મેડિકલના નવા ઉપકરણો વસાવી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code