નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાનો દૌર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જાણકારી મુજબ, થૌબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પછી પ્રદેશમાં પાંચ જિલ્લામાં કર્ફ્યું લગાવી દીધુ છે. સુત્રોના અનુસાર હુમલાખોરોની હજી સુધી ઓળખ થઈ નથી. થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં સશસ્ત્ર લોકો દ્વારા ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરવામાં આવ્યા બાદ મણિપુર સરકારએ રાજ્યના ઘાટી જિલ્લામાં કર્ફ્યું લાદી દીધુ છે. પોલીસે ઘટનાને પગલે આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી છે.
હુમલાખોરોએ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં સ્થાનીક લોકોને નિશાન બનાવી ગોળીબાર કર્યોં હતો. આ ઘટનામાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા. બીજા પાંચ લોકો ઘાયલ થયા છે. ઘયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. હમલા બાદ સ્થાનિક લોકો નારાજ છે. લોકોએ ઘટના પછી ત્રણ વાહનોને આગ ચાંપી હતી. બીજી તરફ હિંસની ઘટનાને પગલે થૌબલ, ઈંફાલ પૂર્વ, ઈંફાલ પશ્ચિમ, વિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલ એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા, તેમજ કોઈપણ અપ્રિય ઘટના અને જાનમાલના નુકશાનને ટાળવા માટે સાવચેતિના પગલા ધ્યનમાં રાખીને, 31 ડિસેમ્બરના રોજ કર્ફ્યુમાં છૂટછાટનો આદેશ રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઈમ્ફાલના તમામ વિસ્તારોમાં સંપૂર્ણ કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે.
હાલ ઘટના વિશે વધારે જાણકારી બહાર નથી આવી, પણ મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહએ નિવેદન જાહેર કર્યો છે. જારી કર્યો છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે, ગુનેગારને શોધવામાં આવશે. આ ધટનાને ગંભીરતાથી લઈને જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.