ગુજરાતમાં 100 પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો
અમદાવાદઃ ગુજરાતમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. સ્માર્ટફોનની સાથે ઈન્ટરનેટમાં પણ વધારો થયો છે. હવે લોકોની જીંદગીનો એક ભાગ બની ગયો છે મોબાઈલ ફોન. એક સર્વે અનુસાર, ગુજરાતમાં એક અંદાજ અનુસાર 100 ઘર પૈકી 92 ઘરમાં મોબાઈલ ફોન છે. શહેરી ક્ષેત્રમાં 57 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 89 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે જ્યારે ગુજરાતમાં 55 ટકા લોકોના ઘરોમાં ઇન્ટરનેટની સુવિધા છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે હાલમાં જ કરવામાં આવ્યો હતો જેમાં ટેલીવીઝન 73 ટકા ઘરોમાં, બાઈક કે સ્કૂટર 61 ટકા ઘરોમાં અને સૌથી વધુ આશ્ચર્ય એ છે કે 55 ટકા ઘરોમાં ઇન્ટરનેટ વપરાશ પણ થાય છે. જ્યારે 33 ટકા ઘરોમાં રેફ્રીજરેટર અને 30 ટકા ઘરોમાં બાઇસિકલ છે. જ્યારે રાજ્યમાં 11 ટકા ઘરોમાં કાર છે.
સર્વે અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં હજુ ટુ-જી સેવા આપતા એટલે કે કોલીંગ અને એમએસએમની સુવિધા આપતાં મોબાઈલનું પ્રમાણ વધું છે. આ બેઝીક ફોનનો ઉપયોગ ફક્ત સંદેશા વ્યવહાર માટે થઇ શકે છે તે સ્માર્ટ ફોનથી અલગ પડે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ ફોન હજુ પણ એક વર્ગ માટે લકઝરી છે. ગુજરાતની જેમ જ આંધ્રપ્રદેશમાં પણ મોબાઈલનું હાઉસહોલ્ડ પ્રમાણ વધુ છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ જ પ્રકારે સ્થિતિ છે પરંતુ કેરાળામાં સૌથી વધુ 97 ટકા ઘરોમાં મોબાઈલનું આગમન થઇ ગયું છે. આ સર્વેનું એક મોટુ તારણ એ હતું કે દેશમાં હાઉસહોલ્ડ ઇન્ટરનેટનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને છેલ્લે ચાર વર્ષમાં હોમ ઇન્ટરનેટની સેવા 14 ગણી વધી ગઇ છે.