Site icon Revoi.in

બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવાયો, પીએમ સુનકે એક વીડિયો જાહેર કર્યો

Social Share

લંડનઃ બ્રિટનની સ્કૂલોમાં મોબાઈલ ફોનની લત અને તેના કારણે થનારી મુશ્કેલીથી કંટાળીને અંતે મોબાઈલ ફોન ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. બ્રિટનના આ નિર્ણયને લઈને દુનિયાના દેશોએ પણ આ અંગે વિચારણા શરુ કરી છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકએ એક્સ પર એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી છે.

વડાપ્રધાન ઋષિ સુનકએ એક ક્રિએટીવ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, વારંવાર તેમના ફોનની રિંગ વાગે છે. પીએમ સુનકે વીડિયો મારફતે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, મોબાઈલના કારણે ક્લાસરુમમાં કેવી મુશ્કેલીઓ આવે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, વારંવાર તેઓ વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ વચ્ચે વચ્ચે તેમના ફોનની રીંગ વાગે છે. ત્રણ વાર ફોનની રિંગ વાગ્યા બાદ પીએમએ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને સાઈડમાં મુદી દીધો હતો. તેમજ કહ્યું કે, જોવો કેટલુ નિરાશાજનક છે.

પીએમએ પોતાના અન્ય નિવેદનમાં જણાવ્યું હતું કે, લગભગ 75 ટકા જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ફોનના કારણે અભ્યાસમાં વિક્ષેપ પડતો હોવાની ફરિયાદ કરી છે. અમે જાણીએ છે કે, મોબાઈલ ફોન ક્લાક રૂમમાં ધ્યાન ભટકાવે છે અને સ્કૂલમાં બદમાશીનું કારણ પણ બને છે.

અનેક સ્કૂલોએ પહેલાથી જ પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેથી તેમના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારુ વાતાવરણ મળી રહે. સ્કૂલોમાં મોબાઈલ ફોનના પ્રતિબંધને લઈને નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. પીએમ સુનકે જણાવ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે, અમારા બાળકો એવુ શિક્ષણ મેળવે જેના તેઓ હકદાર છે.